For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટાભાગની ક્રિપ્ટોકરન્સી ખતમ થઈ જશેઃ રઘુરામ રાજન

મોટાભાગની ક્રિપ્ટોકરન્સી ખતમ થઈ જશેઃ રઘુરામ રાજન

|
Google Oneindia Gujarati News

ક્રિપ્ટોકરન્સીને લઈ સરકારે સંસદમાં બિલ બનાવવાનું એલાન કરતાની સાથે જ ક્રિપ્ટો બજાર ધડામ થઈ ગયું છે. ત્યારે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું કે ક્રિપ્ટોકરન્સી માત્ર એક બબલ છે, જેની કોઈ કિંમત નથી હોતી. રઘુરામ રાજને કહ્યું કે આજે તત્કાલિન 6000 ક્રિપ્ટોકરન્સીમાંથી મોટાભાગની ક્રિપ્ટોકરન્સી નષ્ટ થઈ જશે.

raghuram rajan

તેમનું કહેવું છે કે જો ક્રિપ્ટોકરન્સીને સારી રીતે રેગ્યુલેટ કરવામાં આવે છે તો ભવિષ્યમાં તેની ઘણી સંભાવનાઓ છે. એક ઈન્ટર્વ્યૂમાં રઘુરામ રાજને કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં ક્રિપ્ટોકરન્સી તમારો અંતિમ સહારો નહીં બને.

સીએનબીસી ન્યૂજ 18 સાથે વાત કરતાં રઘુરામ રાજને કહ્યું કે માત્ર એક અથવા બે અથવા તો વધુમાં વધુ મુઠ્ઠીભર ક્રિપ્ટોકરન્સી જ જીવિત રહેશે.

રઘુરામ રાજને અત્યારના ક્રિપ્ટોકરન્સીની સરખામણી 17મી સદીના નેધરલેન્ડના ટ્યૂલિપ મૈનિયા સાથે કરી. તેમણે કહ્યું કે અત્યારના સમયમાં પણ તે સ્થિતિ જ બની છે, ક્રિપ્ટો અનિયંત્રિત ચિટ ફંડ સમાન જ સમસ્યા પૈદા કરી શકે છે, જે લોકો પાસેથી પૈસા લે છે અને અચાનક બસ્ટ થઈ જાય છે. તેમણે આશંકા જતાવી છે કે ક્રિપ્ટોકરન્સી રાખનાર મોટાભાગના લોકો પીડિત થવા જઈ રહ્યા છે.

ખાનગી ક્રિપ્ટો પર પ્રતિબંધ લગાવવાની તૈયારી

સરકારે પોતાની ક્રિપ્ટો લાવવાના સંકેત પહેલેથી જ આપી દીધા છે. જ્યારે સરકાર ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પ્રતિબંધિત કરવા માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં ધી ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 લાવવાની તૈયારીમાં છે. ક્રિપોટકરન્સીને લઈ સંસદમાં બિલના સમાચાર મંગળવારે લોકસભાની બુલેટિન દ્વારા મળ્યા, જે બાદ રોકાણકારોમાં પૈસા ફસવાની આશંકા જતાવાઈ રહી છે.

English summary
Most existing cryptocurrencies will not survive: Raghuram Rajan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X