મોટો ઇ રિવ્યૂ: આ ફોને ઉડાડી સેમસંગની રાતોની ઉંઘ
હાલના સમયે માર્કેટમાં અનેક એવા સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેની કિંમત 7 હજાર રૂપિયાથી લઇને 10 હજાર રૂપિયા વચ્ચે છે, પરંતુ શું કિંમતના હિસાબે એ સ્માર્ટફોનનું પરફોર્મનન્સ પણ એવું જ છે. સીધા શબ્દોમાં કહીએ તો શું તેની ખરીદી કરવાથી તમને લાગે છેકે હાં મારી પાસે પૈસા વસૂલ સ્માર્ટફોન છે.
આ પણ વાંચોઃ 2000થી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે આ 10 ફોન
પરંતુ એક એવો સ્માર્ટફોન બજારમાં ઉપલબ્ધ છે, જેણે માત્ર ભારતીય સ્માર્ટફોન કંપનીઓની રાતોની ઉંઘ જ હરામ નથી કરી પરંતુ સેમસંગ, સોની જેવી દિગ્ગજ બ્રાન્ડને પણ આ ફોનની કિંમત અને ફીચર્સને જોઇને શોક લાગ્યો છે. આ છે ગુગલની કંપની મોટોરોલાનો મોટો ઇ, જે હાલના સમયે ફ્લિપકાર્ટમાં 6999 રૂપિયાના આકર્ષક ભાવમાં ઉપલબ્ધ છે, પરંતુ સૌથી પહેલા એ જાણવું જરૂરી છેકે શું 6999 રૂપિયામાં પણ મોટો ઇ ખરીદવો એ સારો સોદો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ફોનમાં આપેલા કેટલાક ફીચર્સ અંગે જેના કારણે હાલના સમયે બજારમાં આ સૌથી શાનદાર બજેટ ફોન છે.
આ પણ વાંચોઃ આ સપ્તાહે લોન્ચ થયેલા 5 સસ્તા એન્ડ્રોઇડ ફોન
આ પણ વાંચોઃ 7 ફીચર્સના કારણે બેસ્ટ છે માઇક્રોમેક્સના આ વિંડો સ્માર્ટફોન
આ પણ વાંચોઃ એલજી પ્રો 2: પૈસા વસૂલ સ્માર્ટફોન
શા માટે ખરીદવો
- ક્લાસિક ડિઝાઇન
-ડ્યૂલ સીમ
- ઓછી કિંમતમાં સારું પ્રોસેસર
- એક્સપાન્ડેબલ મેમરી ઓપ્શન
- બજેટ પ્રાઇઝ
શા માટે ના ખરીદવો
- ડિસપ્લે ક્વોલિટી સારી નથી
- કેમેરા ક્વોલિટી ખરાબ છે
- ફ્રન્ટ ફેસિંગ કેમેરા નથી
- લિડ ફ્લેશ નથી

કિંમત
મોટોમાં 4.3 ઇંચની સ્ક્રીનની સાથોસાથ લેટેસ્ટ ઓએસ અને ડ્યૂલ કોર સ્નૈપડ્રેગન 200 પ્રોસેસર આપવામાં આવ્યું છે, સાથે જ તેમાં 1 જીબી રેમ, 5 મેગા પિક્સલ રિયર કેમેરા, ફૂલ ડે બેટરી બેકઅપ. આ બધું તમને 6,999 રૂપિયામાં મળી રહ્યું છે, જે કદાચ અન્ય કોઇ સ્માર્ટફોનમાં આટલી કિંમતમાં મળવું મુશ્કેલ છે.

ડિસપ્લે
મોટોમાં આપવામાં આવેલી 4.3 ઇંચની સ્ક્રીન 960x540 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે, સાથે જ ફોનનો ટચ અનુભવ ઘણો સારો છે. સ્ક્રીનમાં ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, જે સ્ક્રીનને સંપૂર્ણપણે પ્રોટેક્ટ રાખે છે. એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં મોટો ઇનું ડિસપ્લે સારું માનવામાં આવી રહ્યું છે.

સૉફ્ટવેર
આ રેંજમાં માત્ર મોટો ઇ જ એવો સ્માર્ટફોન છે, જેમાં એન્ડ્રોઇડ કિટકેટનું લેટેસ્ટ ઓએસ વર્ઝન આપવામાં આવ્યું છે, આ ઉપરાંત ગુગલ કિટકેટના આગામી વર્ઝનની ગેરેન્ટી અપડેટ મોટો ઇ આપશે.

1 જીબી રેમ
બ્રાંડેડ કંપનીનો કોઇપણ ફોન 7,000 રૂપિયાની રેન્જમાં 1 જીબી રેમ આપી રહ્યાં નથી, સાથે જ ડ્યૂલ કોર સ્નૈપડ્રેગન પ્રોસેસર, એન્ડ્રોઇડ 4.4 ઓએસ તેમા સારુ માનવામાં આવ્યું છે.

સ્પલૈશ રસિસ્ટેંટ કોટિંગ
મોટો ઇમાં સ્પ્લૈશ રજિસ્ટેંટ કોટિંગ આપવામાં આવી છે, જેની મદદથી ફોનના ઉપરના ભાગ પર પાણી અને ધૂળની અસર નહીં થાય. એટલે કે તમારા ફોન પર પાણી પડે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તેને તમે સહેલાયથી સાફ કરી શકો છો.

કલરફૂલ કવર
જ્યાં મોટાભાગના ફોનમાં બ્લેક અને વ્હાઇટ એટલે કે બે કલર ઓપ્શન મળી રહ્યાં છે, ત્યાં આ રેન્જમાં તમે તમારી પસંદના કોઇપણ બેક કવરને અલગથી લગાવી શકો છો. એટલે કે ફોનમાં રેડ, પિંક, ગ્રીન યલો અથવા અન્ય બીજા કલરના બેક પેનલ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
