For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણી બન્યા દુનિયાના 7માં સૌથી અમીર વ્યક્તિ, વૉરેન બફેટને પછાડ્યા

ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માટે વર્ષ 2020 ઘણુ સારુ સાબિત થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીમાં જ્યાં દુનિયા ત્રાહિમામ પોકારી રહી છે, તમામ દેશોની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, મોટા મોટા ઉદ્યોગ ધંધા પ્રભાવિત થયા છે ત્યાં બીજી તરફ ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માટે વર્ષ 2020 ઘણુ સારુ સાબિત થઈ રહ્યુ છે. મુકેશ અંબાણીની કંપનીમાં સતત એક પછી એક ગણી કંપનીઓએ ઘણુ મોટુ રોકાણ કર્યુ છે. તેમના ડિજિટલ બિઝનેસમાં ઘણો વધારો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ આ વર્ષે જબરદસ્ત વધારો થયો છે.

70 બિલિયન ડૉલરની થઈ સંપત્તિ

70 બિલિયન ડૉલરની થઈ સંપત્તિ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ લગભગ 70 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે. મહત્વની વાત એ છે કે હવે મુકેશ અંબાણી દુનિયાના 10 સૌથી વધુ અમીર વ્યક્તિની લિસ્ટમાં શામેલ થઈ ગયા છે. મુકેશ અંબાણી હવે વોરેન બફેટથી પણ આગળ નીકળી ગયા છે. વૉરેન બફેટની કુલ સંપત્તિ 67.9 બિલિયન ડૉલર છે. બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર ગુરુવારે મુકેશ અંબાણીએ કુલ સંપત્તિ મામલે વૉરેન બફેટને પીછળ છોડી દીધા છ. મુકેશ અંબાણીની કંપનીના શેરમાં છેલ્લા અમુક દિવસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

રિલાયન્સના શેર લૉકડાઉન બાદ થયા બમણા

રિલાયન્સના શેર લૉકડાઉન બાદ થયા બમણા

આ વર્ષે માર્ચ મહિનાથી અત્યાર સુધીની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર લગભગ બમણા થઈ ચૂક્યા છે. રિલાયન્સના ડિજિટલ બિઝનેસમાં 15 બિલિયન ડૉલરનુ રોકાણ આવવાના કારણે તેમની કંપનીના શેરમાં ઘણો વધારો જોવા મળ્યો છે. ફેસબુક, સિલ્વર લેક જેવી કંપનીએ રિલાયન્સમાં 15 બિલિયન ડૉલરનુ રોકાણ કર્યુ. જ્યારે આ સપ્તાહે બીપી પીએલસીએ 1 બિલિયન ડૉલરનુ રોકાણ રિલાયન્સના ફ્યુલ રિટેલ બિઝનેસમાં રોકાણ કર્યુ છે. આના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.

વૉરેન બફેટ, લેરી પેજને છોડ્યા પાછળ

વૉરેન બફેટ, લેરી પેજને છોડ્યા પાછળ

મુકેશ અંબાણી એશિયાના ટાયકૂન બની ગયા છે અને દુનિયાના સૌથી અમીર 10 લોકોની યાદીમાં શામેલ થઈ ગયા છે. મહત્વની વાત એ છે કે વૉરેન બફેટે આ મહિના 2.9 બિલિયન ડૉલરનુ દાન કર્યુ છે જેના કારણે તેમની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. દુનિયાના સૌથી અમીર 10 લોકોની લિસ્ટમાં મુકેશ અંબાણી એક માત્ર એશિયન છે જે આમાં શામેલ છે. મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં સાતમાં સ્થાને પહોંચી ગયા છે. મુકેશ અંબાણી વૉરેન બફેટ, ગૂગલના લેરી પેજને પણ પાછળ છોડી દીધા છે.

20 દિવસમં 5 અબજ ડૉલરથી પણ વધી સંપત્તિ

20 દિવસમં 5 અબજ ડૉલરથી પણ વધી સંપત્તિ

મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં છેલ્લા 20 દિવસમાં 5.4 અબજ ડૉલરનો વધારો થયો છે. 20 જૂને મુકેશ અંબાણી ફૉર્બ્ઝની લિસ્ટમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં 9માં સ્થાને હતા. એ વખતે તેમની કુલ સંપત્તિ 64.5 અબજ ડૉલર હતી. ત્યારબાદ તેમની કુલ સંપત્તિમાં છેલ્લા 20 દિવસોમાં 5.4 અબજ ડૉલરનો વધારો થયો અને તેમની કુલ સંપત્તિ 12 લાખ કરોડને પાર કરી ગઈ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ભારતની પહેલી એવી કંપની છે જેનુ માર્કેટ કેપ 12 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.

WHOએ કહ્યુ, ક્યારેય ખતમ નહિ થઈ શકે કોરોના વાયરસ, લૉકડાઉન જ એકમાત્ર ઉપાયWHOએ કહ્યુ, ક્યારેય ખતમ નહિ થઈ શકે કોરોના વાયરસ, લૉકડાઉન જ એકમાત્ર ઉપાય

English summary
Mukesh Ambani becomes worlds 7th richest man overtakes Warren Buffett.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X