For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Must Read: 1 જુલાઈથી બદલાઈ જશે બેંકો સાથે જોડાયેલા આ નિયમો, કેશ ઉપાડવી પણ પડશે મોંઘી, બદલાશે આ કોડ

જુલાઈ મહિનાની શરૂઆત થતા જ બેંકો સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થઈ જશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જુલાઈ મહિનાની શરૂઆત થતા જ બેંકો સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થઈ જશે. તમારા ખાતા સાથે જોડાયેલા નિયમો બદલાઈ જશે. બેંક ખાતા કે એટીએમમાંથી કેશ ઉપાડવાથી લઈને બેંકના IFSC કોડ પણ બદલાઈ જશે. વળી, બેંકમાંથી નવી ચેકબુક લેવી પણ 1 જુલાઈથી મોંઘી થઈ જશે. એટલે કે 1 જુલાઈથી બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થઈ જશે. આ નિયમોની માહિતી ન હોવા પર તમને મુશ્કેલી થઈ શકે છે.

1 જુલાઈથી બદલાશે આ નિયમ

1 જુલાઈથી બદલાશે આ નિયમ

1 જુલાઈથી બેંકિંગ સેક્ટરમાં ઘણા ફેરફાર થવાના છે. બેંકોના સર્વિસ ચાર્જ બદલાવા જઈ રહ્યા છે. વળી, કેનેડા બેંકમાં વિલય થયા બાદ સિંડિકેટ બેંકના IFSC કોડમાં પણ ફેરફાર થઈ જશે. વળી, SBI અને એક્સિસ બેંકના એટીએમમાંથી નક્કી કરેલી સીમા પછી કેશ ઉપાડવા પર હવે પહેલાથી વધુ ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. વળી, ચેકબુકના ચાર્જમાં પણ વધારો થયો છે.

બદલાઈ જશે IFSC કોડ

બદલાઈ જશે IFSC કોડ

1 જુલાઈથી કેનેડા બેંકમાં વિલય થઈ ચૂકેલ સિંડિકેટ બેંકના IFSC કોડ બદલાઈ જશે. તમને જણાવી દઈએ કે ઑનલાઈન ટ્રાન્ઝેક્શન કે લેવડ-દેવડ માટે આ કોડની જરૂર પડે છે. IFSC કોડ વિના તમે NEFT, RTGS જેવા ટ્રાન્ઝેક્શન નહિ કરી શકો. 1 જુલાઈથી આ ગ્રાહકો માટે નવા IFSC કોડ જ માન્ય ગણાશે. સિંડિકેટ બેંકના ગ્રાહકો જૂના કોડથી લેવડ-દેવડ નહિ કરી શકે.

1 જુલાઈથી કેશ ઉપાડવી મોંઘી પડશે

1 જુલાઈથી કેશ ઉપાડવી મોંઘી પડશે

જો તમારુ ખાતુ દેશની સૌથી મોટી બેક SBI હોય તો તમારા માટે 1 જુલાઈથી કેશ કાઢવી મોંઘી થઈ જશે. 1 જુલાઈથી નક્કી સીમા પછી જો બેંકની શાખામાં જઈને કે એટીએમથી કેશ કાઢશો તો તમારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન ઉપર 15 રૂપિયા પ્લસ જીએસટી લાગશે. તમને જણાવી દઈએ કે SBIના ગ્રાહક બ્રાંચ કે એટીએમ જઈને 4 વખત ફ્રી કેશ કાઢી શકશે.

ચેકબુકના ચાર્જમાં પણ વધારો

ચેકબુકના ચાર્જમાં પણ વધારો

1 જુલાઈથી SBIમાંથી બીએસબીડી ખાતાધારકો માટે ચેકબુકના ચાર્જમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 તારીખથી 10 લીવવાળી ચેકબુક માટે 40 રૂપિયા પ્લસ જીએસટી, 25 પાનાની ચેકબુક માટે 75 રૂપિયા પ્લસ જીએસટી આપવાનુ રહેશે. વળી, ઈમરજન્સી ચેકબુક માટે 10 પાનાવાળા માટે 50 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ આપવાનો રહેશે. તમને જણાવી દઈએ કે બેંકે સીનિયર સીટિઝન્સને છૂટ આપી છે.

એક્સિસ બેંકના ગ્રાહકો ધ્યાન આપે

એક્સિસ બેંકના ગ્રાહકો ધ્યાન આપે

1 જુલાઈથી એક્સિસ બેંકના ગ્રાહકો માટે નિયમો બદલાઈ જશે. બેંકે SMS એલર્ટ ચાર્જ વધારી દીધો છે. એસએમએસ એલર્ટ સર્વિસ માટે બેંકે ચાર્જ વધારી દીધો છે. આના માટે 1 જુલાઈથી લોકોને મહિનાના મહત્તમ 25 રૂપિયા ચૂકવવા પડશે.

English summary
Must Read: Banking rules regarding ATM,IFSC Code, cheque book change from 1 July 2021.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X