For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ પેન્શન સ્કીમ : NPSમાં NRI રોકાણ કરી શકે?

|
Google Oneindia Gujarati News

નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ - NPS)એ ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી પેન્શન સ્કીમ છે. તે ફાળાને આધારે કામ કરે છે. તેમાં ભારતના સરકારી કર્મચારીઓ ઉપરાંત તમામ નાગરિકો સ્વૈચ્છિક રીતે યોગદાન આપીને લાભ મેળવી શકે છે.

NPSમાં રોકાણ કરવા માટે પોઇન્ટ ઓફ પ્રેઝન્સ (પીઓપી) મારફતે એનપીએસ એકાઉન્ટ ખોલાવવું પડે છે. પીઓપી સબસ્ક્રાઇબરને જરૂરી ફોર્મ ભરવામાં અને જરૂરી માહિતી આપવામાં મદદ કરે છે.

retirement-4

NRI (એનઆરઆઇ - નોન રેસિડન્સ ઇન્ડિયન) પણ NPSમાં એકાઉન્ટ ખોલાવી શકે છે. NRI દ્વાર કરવામાં આવતો તમામ સહયોગ આરબીઆઇ અને ફેમા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમો અનુસાર હોય છે. જો સબસ્ક્રાઇબરની સિટિઝનશિપ સ્ટેટસ બદલાય છે તો તેમનું એનપીએસ એકાઉન્ટ પણ બંધ થાય છે. NPSમાં રોકાણ કરવાથી ટેક્સ લાભ પણ મળે છે.

NPS ટ્રાન્ઝેક્શન પર જે પણ ચાર્જ અમલી બને છે, તથા સર્વિસ ટેક્સની જે રકમ ચૂકવવામાં આવે છે તે એનપીએસમાં કરવામાં આવેલી ફાળવણીમાંથી બાદ મળે છે. ત્યાર બાદ જે રકમ રહે છે તે એનપીએસ એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.

એનપીએસ એકાઉન્ટમાં સબસ્ક્રાઇબ કરનાર વ્યક્તિને ફ્રી નોમિનેશન ફેસિલિટી મળે છે. જો કે નોમિનેશન અપડેશન કરાવવાનું હોય તો તેના રૂપિયા 20 ચાર્જ લેવામાં આવે છે. આ ઉપરાંત તેના પર સર્વિસ ટેક્સ લાગે છે.

English summary
National Pension Scheme: Can NRI Invest in NPS?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X