For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધી રહી છે અનિલ અંબાણીની મુશ્કેલી, થઈ શકે છે જેલ

નેશલ કંપની લૉ એપિલેટ ટ્રિબ્યુનલે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટો ઝટકો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નેશલ કંપની લૉ એપિલેટ ટ્રિબ્યુનલે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટો ઝટકો આપ્યો છે. એરિક્સનને બાકી રકમ ચૂકવવા માટે સર્વોચ્ચ અદાલતે આપેલી સમયમર્યાદા પૂરી થવાના કેટલાક દિવસો પહેલા જ રાષ્ટ્રીય કંપની નિયમ અપીલીય ન્યાયાધિકરણ એટલે કે NCLTએ શુક્રવારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને 259 કરોડ રૂપિયાનું આવકવેરા રિફ્ડ આપવા આદેશ આપવાની ના પાડી. ઉલ્લેખનીય છે કે NCLTએ કહ્યું કે આ કેસ તેમના અધિકાર ક્ષેત્રમાં નથી.

anil ambani

અનિલ અંબાણીને થઈ શકે છે જેલ

આરકોમ આ જ રકમ મેળવીને એરિક્સનને ચૂકવણી કરવા ઈચ્છતી હતી. સુપ્રીમ કોર્ટે આરકોમ ગ્રૂપને એરિક્સનને 453 કરોડ રૂપિયા ચાર અઠવાડિયામાં ચૂકવવા માટે 19 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. ઉચ્ચતમ ન્યાયાલયે કહ્યું હતું કે જો આરકોમ આ ચૂકવણી નહીં કરી શકે તો અનિલ અંબાણીને જેલ થઈ શકે છે.

જણાવી જઈએ કે NCLTના ચેરમેન જજ એસ. જે મુખોપાધ્યાય અને સભ્ય જજ બંસીલાલ ભટ્ટની બેન્ચનું કહેવું છે કે દેવાળું અને લોન શોધન અક્ષમતા સંહિતાની કલમ 61 અંતર્ગત થયેલી અપીલમાં કોઈપણ પક્ષને મામલો સમેટવા આદેશ ન આપી શકાય

આ પણ વાંચો: અનિલ અંબાણી પર જેલ જવાનું જોખમ વધ્યુ, આ રીતે દેવુ ચૂકવવાનો પ્લાન

સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે આરકોમ કેસ

તો તેમણે એવું પણ કહ્યું કે આ મામલે કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. NCLT સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી કોઈ આદેશ ન આપે ત્યાં સુધી 30 મે, 2018ના વચગાળાના આદેશને રદ નથી કરી રહી, સાથે ન તો કોઈ રકમ પાછી આપવા મામલે વચગાળાનો આદેશ આપી રહી. રિલાયન્સ કમ્યુનિકેશને NCLT સમક્ષ અપીલ કરીને કહ્યું SBIએ આવકવેરા રિફંડના 359.22 કરોડ રૂપિયા મેળવવા અરજી કરી હતી. SBI અને અન્ય લેણદારોએ આરકોમના આ પગલાનો વિરોધ કર્યો. આરકોમના વકીલ કપિલ સિબ્બલે સુનાવણી દરમિયાન કહ્યું કે કંપની એરિક્સનને 453 કરોડ રૂપિયા ચૂકવવા માટે બાકીની રકમની લોન લેશે. આર કોમે એરિક્સનને 118 કરોડ રૂપિયા ચૂકવી ચૂકી છે.

English summary
nclt denied give direction sbi issuing 259 crores
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X