નંદન નીલેકની ઇન્ફોસિસમાં ફરી જોડાઇ શકે છે, જાણો વધુ

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ફોસિસમાંથી વિશાલ સિક્કાએ રાજીનામું આપ્યા પછી. હાલ જ્યાં ઇન્ફોસિસના નવા સીઓઓ અને મેનેજીંગ ડાયરેક્ટની શોધખોળ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યાં જ તેવા ખબર આવ્યા છે કે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકની પાછા ઇન્ફોસિસમાં જોડાઇ શકે છે. સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આવનારા સમયમાં નંદન નીલેકની ઇન્ફોસિસમાં પાછા જોડાઇ કોઇ મહત્વનું પદ સંભાળે તેવી સંભાવનાઓ પ્રબળ છે. જો કે તે સીઓઓનું પદ તો નહીં જ સંભાળે પણ તેવા કોઇ મહત્વનો રોલ સંભાળશે જેના કારણે કંપનીને મુશ્કેલીની આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય.

Nandan Nilekani

નોંધનીય છે કે હાલ વિશાલ સિક્કાના રાજીનામાં પછી કંપનીની ઇમેજ ફરી એક વાર મુશ્કેલીમાં પડી છે. ત્યારે ઇન્ફોસિસની હાલત ફરી સુધારવા માટે હાલ તો નીલેકની પડદાની પાછળ રહીને મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. સાથે જ તેવું માનવામાં આવી રહ્યું છે કે ઇન્ફોસિસના પહેલા સીઇઓ એન.આર.નારાયણમૂર્તિને નીલેકની હાલ સંપૂર્ણ સપોર્ટ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશાલ સિક્કાના રાજીનામાં બાદ આરોપોનો કાદવ નારાયણમૂર્તિ પર પણ ઉછળ્યો હતો. ત્યારે ઇન્ફોસિસને મુશ્કેલીમાંથી બહાર નીકાળવા માટે નંદન નિલેકની પર નારાયણમૂર્તિ સાથે જોડાયા છે તેવી જાણકારી સુત્રોથી મળી રહી છે.

English summary
Nilekani playing critical role in trying to clean up Infosys mess.
Please Wait while comments are loading...