For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNL કર્મચારીઓને નહીં કાઢે, રિટાયર્મેન્ટની ઉમર પણ નહીં બદલાય

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા બીએસએનએલ કંપનીના કર્મચારીઓનું ભવિષ્ય સંકટમાં છે. પહેલીવારમાં તેમને સમયસર પગાર મળ્યો ના હતો

|
Google Oneindia Gujarati News

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા બીએસએનએલ કંપનીના કર્મચારીઓનું ભવિષ્ય સંકટમાં છે. પહેલીવારમાં તેમને સમયસર પગાર મળ્યો ના હતો, જયારે હવે કંપનીનથી કાઢી નાખવા સુધી વાત પહોંચી ગઈ છે. મીડિયામાં ખબરો આવવા લાગી કે આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા બીએસએનએલ કર્મચારીઓને કાઢી શકે છે. તેઓ પોતાના કર્મચારીનોની રિટાયર્મેન્ટની ઉંમરમાં ફેરફાર કરશે.

BSNL

આ ખબરો આવ્યા પછી કંપની ઘ્વારા સફાઈ આપવામાં આવી છે તેમને જણાવ્યું છે કે બીએસએનએલ કર્મચારીઓને નહીં કાઢે અને તેમની રિટાયર્મેન્ટની ઉમરમાં પણ કોઈ ફેરફાર નહીં કરે. બીએસએનએલ અધ્યક્ષ અનુપમ શ્રીવાસ્તવ ઘ્વારા કર્મચારીઓને વિશ્વાસ અપાવ્યો અને તેમની પરેશાની દૂર કરી.

કંપનીના ચેરમેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડીઓટી અને બીએસએનએલ ઘ્વારા બીએસએનએલમાં ફેરફાર માટે કરવામાં આવેલા વિચારમાં 4જી સ્પેક્ટ્રમ વહેંચણી અને કર્મચારીઓ માટે આકર્ષક વીઆરએક્સ રજૂઆત શામિલ છે. તેમને કહ્યું કે બીએસએનએલ કર્મચારીઓની સેવાનિવૃત્તિ ઉંમરમાં ફેરફાર અથવા કર્મચારીઓને કાઢી મુકવા પર કોઈ વિચાર નથી કરવામાં આવ્યો. આપને જણાવી દઈએ કે મીડિયામાં આવેલી ખબરો અનુસાર બીએસએનએલ પોતાના 54,000 કર્મચારીઓને હટાવવા જઈ રહી છે. એટલું જ નહીં પરંતુ કર્મચારીઓની રિટાયરનેટ ઉમર 60 વર્ષથી ઘટાડીને 58 વર્ષ કરવાની યોજના છે.

English summary
No lay-offs or cut in retirement age: BSNL chairman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X