For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેલિકોમ કંપનીઓએ ખાસ દિવસોએ વધારે દરો વસૂલવા નહીં : ટ્રાઇ

|
Google Oneindia Gujarati News

Mobile
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર : ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ મોબાઇલ ધારકોના તરફેણમાં મોબઇલ ફોન ઓપરેટર કંપનીઓને જણાવ્યું છે કે તહેવારો કે ખાસ દિવસોએ એટલે કે 'બ્લેકઆઉટ ડેઝ'માં ગ્રાહકો પાસેથી ફોન કોલ કે એસએમએસ માટે તેમના ટેરિફ પ્લાન સિવાયના વધુ દરો વસૂલવા નહીં.

મોબાઇલ ઓપરેટર્સ 'બ્લેકઆઉટ ડેઝ'માં દિવાળી, નવું વર્ષ, કે હોળી જેવા તહેવારના દિવસોને ગણે છે જેમાં ફ્રી કે રાહત દરે ફોન કૉલ કે એસએમએસ યોજનાઓ લાગુ પડતી નથી. ઉદાહરણ તરીકે એક ગ્રાહકે 50 પૈસા પ્રતિ મીનિટના દરેથી એસટીડી કૉલ થઇ શકે તેવો પ્લાન લીધો છે. પણ બ્લેકઆઉટ ડેના રોજ તેણે સામાન્ય એસટીડી કૉલ દરો જેવા કે એક રૂપિયા પ્રતિ મીનિટનો દર ચૂકવવો પડે છે.

એક નોંધમાં ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને લખ્યું છે કે 'નવી માર્ગદર્શિકા જાહેર થઇ છે કે ગ્રાહકોને તેમણે નોંધાવેલા ટેરિફ પ્લાનના દરો સિવાયના વધુ દરો વસૂલી શકાશે નહીં.' ટ્રાઇએ બ્લેકઆઉટ ડે અંગે અગાઉથી ગ્રાહકોને જાણ કરવા પણ જણાવ્યું છે. વર્ષના તમામ બ્લેકઆઉટ ડે અંગેની માહિતી કંપની વેબસાઇટ પર મૂકવી પડશે. માર્ગદર્શિકા અનુસાર મોબાઇલ ઓપરેટર કંપનીઓ વર્ષમાં પાંચ દિવસ કરતા વધારે બ્લેકઆઉટ ડે રાખી શકશે નહીં.

English summary
Trai today barred mobile phone operators from charging the users beyond their existing tariff plans on 'blackout days' like Diwali and New Year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X