For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધારમાં હવે નામ અને એડ્રેસ બદલવું મોંઘુ પડશે

આ વખતે UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા) ઘ્વારા સામાન્ય માણસને ઝાટકો આપતા આધારમાં બદલાવ કરવા માટે લગાવવામાં આવતી ફી વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવા વર્ષે આધાર સંબંધિત વધુ એક નિયમમાં બદલાવ આવ્યો છે. આ વખતે UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા) ઘ્વારા સામાન્ય માણસને ઝાટકો આપતા આધારમાં બદલાવ કરવા માટે લગાવવામાં આવતી ફી વધારી દીધી છે. મની ભાસ્કર રિપોર્ટ અનુસાર આ વધારેલી ફી 1 જાન્યુઆરી 2019 થી લાગુ થઇ ચુકી છે. આ નિયમ લાગુ થયા પછી સામાન્ય લોકોને આધારમાં સુધારો કરાવવો ખુબ જ મોંઘો પડી શકે છે.

aadhaar

યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા ઘ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર 1 જાન્યુઆરી 2019 થી આધારમાં થવા જઈ રહેલા બદલાવ માટે આપવામાં આવતી ફી બદલી દેવામાં આવી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા અનુસાર હવે ઉપભોક્તાઓને દરેક બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા ફી આપવી પડશે. તેના સિવાય ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક અથવા બંનેમાં સુધારા કરાવવા માટે 50 રૂપિયા ફી આપવી પડશે.

આ પણ વાંચો: Paytm યુઝર્સ માટે ખુશખબર, વૉલેટમાં બેલેન્સ વિના કરી શકો છો 60000 રૂપિયાની ખરીદી

ઈ-કેવાયસી અથવા A-4 સાઈઝ પેપર પર આધાર કલર પ્રિન્ટઆઉટ માટે તમારે વધારાના 30 રૂપિયા આપવા પડશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા અનુસાર તેના કરતા વધારે ફી લેવી ગેરકાનૂની હશે.

આ પણ વાંચો: ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા

English summary
Now Changing Name And Address In Aadhaar Is Expensive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X