બેંક ગયા વગર ખુલશે ખાતું અને મળશે ATM કાર્ડ, આ રીતે

Posted By:
Subscribe to Oneindia News

હવે તમારે બેંકમાં વારંવાર નહીં જવું પડે કારણ કે હવે એટીએમની પાસે એવું મશીન લગાવવામાં આવશે જે તમારા બેંકના તમામ કામને સરળતાથી કરશે. આ મશીન બેંક ઇન એ બોક્સ નામના કોન્સેપ્ટ હેઠળ બનાવવામાં આવ્યા છે જે બેંકિગ ભવિષ્ય બદલી દેશે. બેંક ઇન એ બોક્સ દ્વારા આખા બેંકને એક બોક્સમાં સમાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટીએમની પાસે ચાર મશીન લગાવવામાં આવશે હલી મશીનન SS32માં તમે ચેક જમા કરાવી શકશો, ચેકથી પૈસા નીકાળી શકશો. કેશ ટ્રાંસફર કરી શકશો અને આ દરમિયાન તમને કોઇ મદદની જરૂર પડી તો તમારી જોડે મશીન વાત પણ કરશે.

atm

બીજા મશીનનું નામ છે SS22, આ મશીનથી તમે બ્રાંચ બેંક ગયા વગર ખાતું ખોલી શકો અને કાર્ડની લેનદેન પણ કરી શકો અને પોતાની પસંદની ભાષાથી લઇને થીમ પણ બદલી શકો. અને ત્રીજું મશીન SS83 પૈસાને રિસાઇકલ કરી કેસને મશીનમાં નાખે છે જેનો વિડ્રોઅલ માટે પણ ઉપયોગ કરી શકાય. ચોથું મશીન ઇસ્ટન્ટ કાર્ડ ઇશ્યોરન્સ મશીનથી તમારું બેંક ખાતુ ખોલી આપશે. એટલું જ નહીં આ સાથે તમને તરત ડેબિટ કાર્ડ પણ મળી જશે. તે માટે તમારે ખાલી અહીં તમારું આધાર કાર્ડ આપવું પડશે.

આ મશીનને એનસીઆર કોર્પોરેશને બનાવ્યું છે. આ મશીનને એટીએમ મશીનની જગ્યાએ લગાવવા માટે એનસીઆર કોર્પોરેશને અનેક બેંકો જોડે વાતચીત કરી છે. કંપનીનું કહેવું છે કે આ વર્ષના અંતમાં ગ્રાહકોની સેવા કરવા માટે આ મશીનને લગાવવામાં આવશે. આ મશીનની સૌથી સારી વાત એ છે કે તેનો ઉપયોગ 24 કલાક કરી શકાશે. અને પછીથી તમારે બેંક જવાની જરૂર નહીં પડે.

English summary
Now machine will do all your banking work. Read here how.
Please Wait while comments are loading...