For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ola-Uberમાં સફર કરવી મોંઘી પડશે, ભાડાંમાં ત્રણ ગણો વધારો

Ola-Uberમાં સફર કરવી મોંઘી પડશે, ભાડાંમાં ત્રણ ગણો વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જો તમે એપ આધારિત કેબ સર્વિસ ઓલા-ઉબેરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. હવે ઓલા કે ઉબેર કેબ બૂક કરવા માટે તમારે ત્રણ ગણું ભાડું ચૂકવવું પડી શકે છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે અધિકા માંગવાળી અવધિમાં ઉબેર અને ઓલા જેવા કેબ એગ્રિગેટર્સને બેસ ફેરથી ત્રણ ગણા વધુ ભાડું લેવાની મંજૂરી આપી દીધી છે. મતલબ કે હવે પીક અવર્સમાં તમારે બેઝિક ફેરથી ત્રણ ગણું વધારે ભાડૂં ચૂકવવું પડી શકે છે.

ઓલા-ઉબેરથી સફર કરવી મોંઘી

ઓલા-ઉબેરથી સફર કરવી મોંઘી

કેન્દ્ર સરકારે ઓલા-ઉબેરને પીક અવર્સમાં બેઝિક ફેરથી ત્રણ ગણા વધુ ભાડું લેવાની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણય બાદ કેબનો ઉપયોગ કરતા લોકોનો ખિસ્સો વધુ ખાલી થશે. સરકારે આ ઈન્ડસ્ટ્રી માટે નવા નિયમ બનાવવાની પણ વાત કહી છે. નવા નિયમો અંતર્ગત હવે કેબ સર્વિસ આપતી કંપનીઓ ગ્રાહકોથી સર્જ પ્રાઈસિંગ અંતર્ગત ત્રણ ગણા વધુ ભાડું લઈ શકે છે. તેમણે નિયમોનું પાલન કરતાં બીજા દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

શું છે સર્જ પ્રાઈસિંગ

શું છે સર્જ પ્રાઈસિંગ

કેબ સર્વિસ આપતી કંપનીઓ માટે ડિમાન્ડ-સપ્લાયની સિચ્યુએશન પર તેની સર્જ પ્રાઈસિંગ જોડાયેલ રહે છે. ડિસેમ્બર 2016થી જ તેમનો પ્રસ્તાવ હતો. આ પ્રસ્તાવના દિશાનિર્દેશો મુજબ હવે કેબ કંપનીઓ માટે પૉલિસી નિર્ધારિત થશે, જે અંતર્ગત સર્જ પ્રાઈસિંગ પર તસવીર સ્પષ્ટ કરવામાં આવશે અને તેની મહત્તમ સીમા પણ નિર્ધારિત કરવામાં આવશે.

ઓલા-ઉબેર કેબના નિયમ શું છે?

ઓલા-ઉબેર કેબના નિયમ શું છે?

હાલમાં જ સરકારે મોટર વ્હીકલ (એમેન્ડમેન્ટ) બિલ, 2019 પાસ કર્યું છે, જે બાદ કેબ એગ્રિગેટર્સ માટે આ નિયમોનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. આ નિયમો અંતર્ગત પહેલીવાર કેબ એગ્રિગેટર્સને ડિજિટલ ઈન્ટરમીડિયરી માનવામાં આવ્યું છે. જણાવી દઈએ કે અગાઉ આ કંપનીઓને અલગથી કોઈ ઓળખ આપવામાં નહોતી આવી. આ કારણે ઓલા-ઉબેર ગ્રે જોનમાં કામ કરી રહી હતી. હવે નવા નિયમ દેશભરમાં લાગૂ થશે, જો કે રાજ્યો પાસે તેમાં બદલાવ કરવાનો પણ અધિકાર રહેશે.

કર્ણાટક પહેલું રાજ્ય

કર્ણાટક પહેલું રાજ્ય

રિપોર્ટ મુજબ દેશમાં કેબ એગ્રિગેટર્સને રેગ્યુલેટ કરનાર પહેલું રાજ્ય કર્ણાટક છે. અહીં ઓલા-ઉબેર જેવી કેબ કંપનીઓએ સરકારના આદેશ પર પોતાની એપ પર પહેલી જ ન્યૂનતમ અને અધિકતમ ભાડું નક્કી કર્યું છે. તેમણે ગાડીની કિંમતના આધારે તેના સ્લેબ નક્કી કર્યા છે. જણાવી દઈએ કે હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ માન્યું કે કેબ સર્વિસના કારણે જ દેશના ઑટો સેક્ટર પર અસર પડી છે. આજે કેબ કંપનીઓ દેશના શહેરી ટ્રાન્સપોર્ટેશનને અનિવાર્ય ભાગ બનાવી ચૂકી છે. ખાસ કરીને મોટા મેટ્રો શહેરોમાં કેબ સર્વિસની સૌથી વધુ માંગ છે.

પ્રિયંકા ગાંધીએ ક્રિકેટનો વીડિયો શેર કરી પીયૂષ ગોયલ અને સીતારમણ પર નિશાન સાધ્યુંપ્રિયંકા ગાંધીએ ક્રિકેટનો વીડિયો શેર કરી પીયૂષ ગોયલ અને સીતારમણ પર નિશાન સાધ્યું

English summary
ola-uber ride will be costlier, they will triple the base fare
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X