For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

90 રૂપિયા કિલો ડુંગળી, નિકાસ પર લાગી શકે છે રોક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર: દિવસેને દિવસે ડુંગળીમાં થઇ રહેલા ભાવ વધારાના કારણે ડુંગળી લોકોને મોંઘેરા આંસુએ રડાવી રહી છે. સરકાર કિંમતો પર નિયંત્રણ માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી શકે છે. આપૂર્તિની સમસ્યાના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં ડુંગળીના ભાવ વધીને 80થી 90 રૂપિયા કિલોગ્રામ પર પહોંચી ગયા છે.

દિલ્હી જ નહી, દેશના અન્ય ભાગોમાં પણ ડુંગળીની ઊંચી કિંમતો ગ્રાહકોને રડાવી રહી છે. દેશના પ્રમુખ શહેરોના ખુદરા બજારોમાં આ સમયે ડુંગળી 60થી 80 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહી છે. મહારાષ્ટ્ર સહિત અન્ય પ્રમુખ ઉત્પાદક ક્ષેત્રમાં કમોસમી વરસાદના કારણે ખરીફ પાકને નુકસાન પહોંચ્યું છે જેના કારણે દેશમાં ડુંગળીનો પુરવઠો ઘટ્યો છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે 'ડુંગળીની કિંમતોમાં ખૂબ તેજી આવી છે. અમે નિકાસ પર પ્રતિબંધ લાદવા પર વિચાર કરી રહ્યા છીએ, કારણ કે ન્યૂનતમ નિકાસ મૂલ્ય(એમઇપી)વધારવાનો અન્ય કોઇ વિકલ્પ નથી.' અધિકારીએ જણાવ્યું કે હાલના સમયમાં એમઇપીમાં વધારા બાદ ડુંગળીની નિકાસ ઘટી છે, પરંતુ આપૂર્તિની સમસ્યાને લીધે તેના ભાવમાં પણ વધારો થયો છે. કેટલાક મહત્વપૂર્ણ ઉત્પાદક રાજ્યોમાં કમોસમી વરસાદથી પાક ખરાબ થવાથી સ્થિતિ વધારે ખરાબ થઇ છે.

ડુંગળીના ભાવોમાં ઝડપી ભાવ વધારાને ધ્યાનમાં રાખતા સરકાર તેની નિકાસ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં તહેવારો આવી રહ્યા છે અને ડુંગળીનો ભાવ પેટ્રોલ કરતા પણ વધી ગયા છે. અધુરામાં પૂરું દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે જેના પગલે યુપીએ સરકાર ચિંતામાં આવી ગઇ છે. જેના પગલે ખાદ્ય પ્રધાન કે.વી થોમસે 25મી ઓક્ટોબરે દરેક રાજ્યોની તાત્કાલિક બેઠક બોલાવી છે.

દેશના વિવિધ શહેરોમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના ડુંગળીના ભાવ આ પ્રમાણે છે.

શ્રીનગર

શ્રીનગર

સપ્ટેમ્બર: 80 રૂપિયા કિલો
ઓક્ટોબર: 110 રૂપિયા કિલો

દિલ્હી

દિલ્હી

સપ્ટેમ્બર: 80 રૂપિયા કિલો
ઓક્ટોબર: 100 રૂપિયા કિલો

ભોપાલ

ભોપાલ

સપ્ટેમ્બર: 70 રૂપિયા કિલો
ઓક્ટોબર: 100 રૂપિયા કિલો

જમ્મુ

જમ્મુ

સપ્ટેમ્બર: 75 રૂપિયા કિલો
ઓક્ટોબર: 80 રૂપિયા કિલો

ચંદીગઢ

ચંદીગઢ

સપ્ટેમ્બર: 60 રૂપિયા કિલો
ઓક્ટોબર: 80 રૂપિયા કિલો

પટણા

પટણા

સપ્ટેમ્બર: 65 રૂપિયા કિલો
ઓક્ટોબર: 80 રૂપિયા કિલો

કોલકાતા

કોલકાતા

સપ્ટેમ્બર: 65 રૂપિયા કિલો
ઓક્ટોબર: 70 રૂપિયા કિલો

મુંબઇ

મુંબઇ

સપ્ટેમ્બર: 55 રૂપિયા કિલો
ઓક્ટોબર: 65 રૂપિયા કિલો

અમદાવાદ

અમદાવાદ

સપ્ટેમ્બર: 50 રૂપિયા કિલો
ઓક્ટોબર: 70 રૂપિયા કિલો

English summary
Onion prices touch Rs 90 per kg, may hit Rs 100 soon, Government may stop the exporting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X