For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર એક વ્યક્તિથી દેશનો વિકાસ અશક્ય : રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

rahul-gandhi-cii
નવી દિલ્હી, 4 એપ્રિલ : દેશમાં સત્તારૂઢ ગઠબંધન યુપીએની મુખ્ય પાર્ટી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને બનાવ્યા બાદ તેમણે પ્રથમવાર ભારતીય ઉદ્યોગ સંઘ (CII)ના વિશેષ સત્રમાં દેશના ઉદ્યોગ જગત સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે આ સત્રમાં દેશના વિકાસ અને દેશના અર્થતંત્ર અંગે વિગતે વાત કરી હતી.

તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે માત્ર એક વ્યક્તિ કરોડો લોકોની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે એમ નથી. તેમણે વર્તમાન વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે અભ્યાસના પાઠ્યક્રમ તૈયાર કરવામાં ઉદ્યોગપતિઓએ પણ સૂચનો આપવા જોઇએ અથવા તેમણે જોડાવું જોઇએ.

અહીં રાહુલ ગાંધીના સંબોધનના મુખ્ય અંશ આપવામાં આવ્યા છે.
- મારા માટે અહીં આવીને બોલવું સન્માનની વાત છે.
- ઉદ્યોગપતિઓના કારમે દેશને ઉર્જા મળી, તેમના કારણે દેશને પ્રતિષ્ઠા મળી છે.
- ઉદ્યોગપતિઓ દુનિયાભરમાં દેશના રાજદૂત છે.
- મેં દેશને સમજવા માટે ટ્રેનથી યાત્રા કરી છે.
- દેશમા લાખો યુવાનો દરરોજ સંઘર્ષ કરી રહયા છે.
- આપણો દેશ પ્રતિભાનો સૌથી મોટો ભંડાર છે.
- માત્ર સરકારના ભરોસે વિકાસ થઇ શકે એમ નથી.
- દેશના વિકાસમાં ઉદ્યોગોની મદદ જરૂરી.
- આપણે પાયો મજબૂત બનાવવો પડશે.
- આપણે સારા માર્ગો બનાવવા પડશે, વીજળી આપવી પડશે.
- આપણે વિચારોની ઉર્જાનો ઉપયોગ કરવો પડશે.
- શિક્ષણ પધ્ધતિમાં ફેરફારની જરૂર છે. તેને આપણી જરૂરિયાતો સાથે જોડવું પડશે.
- શિક્ષણ વ્યવસ્થામાં ઉદ્યોગોની દરમિયાનગીરીની જરૂર છે.
- યુવાનો માટે જરૂરી તાલીમનો અભાવ છે.
- મહિલાઓ, આદિવાસીઓ અને દલિતોની અવગણનાથી વિકાસ નહીં થઇ શકે.
- ઉદ્યોગો માત્ર કમાણી અંગે ના વિચારે
- માત્ર રાહુલ ગાંધીનું કોઇ મહત્વ નથી. તેમના વિચારોનું કોઇ મહત્વ નથી.
- માત્ર એક વ્યક્તિ દેશને બદલી શકે નહીં.
- દેશને 4000 ધારાસભ્યો અને 600-700 સાંસદો ચલાવે છે.
- બધા કહે છે કે ચીન એક ડ્રેગન છે અને ભારત એક હાથી. પણ હું કહું છું કે ભારત હાથી નથી. મધમાખીનો પુડો છે. સાંભળવામાં વિચિત્ર લાગશે પણ જરા ધ્યાનથી વિચારજો.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી સીઆઇઆઇ સાથે અગાઉ પણ સંકળાયેલા રહ્યા છે. પણ 19 જાન્યુઆરી, 2013ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ આ તેમનું પ્રથમ સંબોધન છે. આ વખતે તેમણે સીઆઇઆઇમાં ચર્ચા કરવા માટે ભારતનો વિકાસ, સુરક્ષા અને શાસનની જરૂરિયાત જેવા વિષયોને પસંદ કર્યા હતા.

English summary
Only one person cannot develop the country : Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X