For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Paytm યુઝર નોંધ લે, KYC કરાવવાના ચક્કરમાં લાગ્યો 10 લાખનો ચૂનો

જો તમે મોબાઇલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે. પેટીએમના કેવાયસીના નામે છેતરપિંડીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે

|
Google Oneindia Gujarati News

જો તમે મોબાઇલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે. પેટીએમના કેવાયસીના નામે છેતરપિંડીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઠગ લોકોએ પેટીએમનો કર્મચારી હોવાનો દાવો કરીને 10 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. દિલ્હીના શાહદરા જિલ્લાનો રહેવાસી વિજય સૈનીને પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો.

પેટીએમ વપરાશકારો માટે ખાસ સમાચાર

પેટીએમ વપરાશકારો માટે ખાસ સમાચાર

પેટીએમનું કેવાયસી કરાવવા માટેનું કહીને લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. દિલ્હીના શાહદરામાં પેટીએમ યુઝર્સ પાસેથી કેવાયસીના નામે 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. શાહદરાના આનંદ વિહારમાં રહેતા વિજય સૈનીને મંગળવારે ફોન આવ્યો હતો. કોલરે પોતાને પેટીએમનો કર્મચારી ગણાવ્યો હતો. વિજયે તેના પર વિશ્વાસ કરી લીધો અને તેના દ્વારા પૂછવામાં આવેલી માહિતી શેર કરી. છેતરપિંડી કરનારે વિજયને કહ્યું કે તે પેટીએમની કેવાયસી માટે માહિતી માંગે છે.

પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી કરી

પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી કરી

ફોન કરનારા ફ્રોડે વિજય પાસેથી તેનું નામ, સરનામું, ફોન નંબર અને અન્ય તમામ મહત્વપૂર્ણ વિગતો માંગી. વિજયે તેની વાત માનીને બધી માહિતી શેર કરી. વિજયે તેની સાથે વાત કર્યા બાદ જેવો જ તેને ફોન મુક્યો કે તરત જ તેના ફોન પર એક મેસેજ આવ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે તેના બેંક ખાતામાંથી 10 લાખ રૂપિયા સફળતાપૂર્વક ઉપાડી લેવામાં આવ્યા છે. બેંક ખાતામાંથી 10 લાખ રૂપિયાનો મેસેજ જોતાની સાથે જ વિજયના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે તુરંત પોલીસને જાણ કરી કેસ નોંધાવ્યો હતો. આ કેસ નોંધાયાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી હતી.

પેટીએમ બાર કોડ અપડેટના નામે ખાતામાંથી 80 હજાર ઉપાડ્યા

પેટીએમ બાર કોડ અપડેટના નામે ખાતામાંથી 80 હજાર ઉપાડ્યા

પેટીએમમાં કેવાયસીની કાર્યવાહી બાદ ફ્રોડએ બાર કોડ અપડેટના નામે દુકાનદારને છેતરપિંડીનો શિકાર બનાવ્યો હતો. આવો જ એક કિસ્સો ગાઝિયાબાદના મસૂરીમાં સામે આવ્યો છે. જ્યાં બાર કોડ બદલવાના નામે દુકાનદારને 80 હજાર રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી. મામલો સોમવારનો છે. જ્યારે પીડિતને તેની જાણ થઈ ત્યારે તેણે શુક્રવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.

આ પણ વાંચો: 9 સરકારી બેંકોના બંધ થવાના સમાચાર પર RBI એ મોટી માહિતી આપી

English summary
Paytm Users lost 10 Lakh Rupees on the name of KYC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X