ભડકે બળ્યા પેટ્રોલના ભાવ, આજે ફરી વધી કિંમતો

ભડકે બળ્યા પેટ્રોલના ભાવ, આજે ફરી વધી કિંમતો

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કેન્દ્ર સરકારે રાહત આપ્યા બાદ ફરી કિંમત વધારાનો સિલસિલો શરૂ રાખ્યો છે. આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતોમાં 20 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતોમાં 30 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. નવા ભાવ લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ લીટર દીઠ 78.91 અને ડીઝલ 76.98ની સપાટી પર પહોંચી ગયું છે.

petrol

કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં અને રાજ્ય સરકારે વેટમાં આપેલી રાહત બાદ સતત ત્રીજા દિવસે આજે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી છે. નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 21 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 29 પૈસાનો ભાવ વધારો ઝીંકાય છે. નવા ભાવ લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.03 રૂપિયા અને ડીઝલની કિંમત 73.82 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે.

જ્યારે મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતોમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 31 પૈસાનો ભાવ વધારો થયો છે, નવા ભાવ લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 87.50 અને ડીઝલની કિંમત 77.37 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે. અગાઉ રવિવારે પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો વધારો થયો હતો, જ્યારે ડીઝલમાં 29 પૈસાનો વધારો થયો હતો. મુંબઈમાં પણ રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અુનુક્રમે 14 પૈસા અને 31 પૈસાનો ભાવ વધારો નોંધાયો હતો.

આ પણ વાંચો- મોદી સરકારની સોલર એપથી આ રીતે કરો કમાણી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X