For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસમાને પહોંચી પેટ્રોલ-ડીઝલની કિંમતો, જાણો આજની કિંમત

આસમાને પહોંચી પેટ્રોલ-ડીઝલની કિંમતો, જાણો આજની કિંમત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ છેલ્લા કેટલાય અઠવાડિયાથી વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવે નાગરિકોના ખિસ્સા પરનું ભારણ વધાર્યું છે. મોંઘવારીના મારના પગલે નાગરિકો સતત પરેશાન થઈ રહ્યા છે. આજે અમદાવાદમાં પેટ્રોલ 0.09 પૈસાના વધારા સાથે 82.59 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 0.15 પૈસાના વધારા સાથે 80.24 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.

petrol

4 મહાનગરોમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. દિલ્હીની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 9 પૈસા અને ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ભાવવધારો નોંધાયો છે, નવા ભાવની સાથે દિલ્હીમાં પેટ્રોલ 83.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.79 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે. સતત વધી રહેલી કિંમતનો પગલે નાગરિકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશભરમાં સૌથી વધુ છે, અહીં પણ પેટ્રોલના ભાવમાં 9 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 17 પૈસાનો વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 90.84 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 79.40 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતો નાથવાના સરકારના તમામ દાવા ફેલ થતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો- સોનાના ભાવમાં ઘટાડો, 20 વર્ષના સૌથી નીચલા માસિક સ્તરે, જાણો ભાવ

English summary
petrol price on highest level, know today's petrol price in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X