પીએમ કિસાન યોજના: ખેડૂતો આ રીતે જાતે કરી શકશે રજીસ્ટ્રેશન
મોદી સરકારે પીએમ કિસાન યોજના માં રાજ્યોની દખલગીરીનો તોડ શોધી કાઢ્યો છે. સરકારે હવે આ અધિકાર ખેડૂતોને આપી દીધો છે કે તેઓ પોતાનું રજીસ્ટ્રેશન સીધુ જ કરાવી શકે છે.
મોદી સરકારે પીએમ કિસાન યોજના માં રાજ્યોની દખલગીરીનો તોડ શોધી કાઢ્યો છે. સરકારે હવે આ અધિકાર ખેડૂતોને આપી દીધો છે કે તેઓ પોતાનું રજીસ્ટ્રેશન સીધુ જ કરાવી શકે છે. જે માટે તેમને રાજ્ય સરકારના કોઈ અધિકારીની જરૂર નથી. ફેબ્રુઆરી 2019માં લોન્ચ થયેલી આ સ્કીમમાં પશ્ચિમ બંગાળના એક ખેડૂતનું રજીસ્ટ્રેશન થયુ ન્હોતુ. આવુ અન્ય રાજ્યોમાં પણ થયુ. આ સ્કીમમાં રાજકીય વિવાદથી બચવા માટે હવે મોદી સરકારે પીએમ કિસાન પોર્ટલમાં જાતે રજીસ્ટ્રેશનની સુવિધા આપી દીધી છે. સરકારે સ્કીમનો ફાયદો આપવા માટે ખેડૂતોને ભરોસો આપ્યો છે.
સરકારનું કહેવું છે કે ખેડૂતો પાસે કેટલી જમીન છે, તેનું પ્રમાણપત્ર તેઓ પોતે આપશે. આ પ્રમાણપત્રને સરકાર સાચુ માનશે અને ખેડૂતોની નોંધણીની પ્રોસેસ કરી દેવાશે. કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે રાજ્ય સરકારો સાથે એક વિડિયો કોન્ફરન્સ કરી આ મામલે તમામ જાણકારી આપી દીધી છે.

બીજું શું કરી શકે છે ખેડૂતો
તેની સાથે જ પીએમ કિસાન પોર્ટલમાં એ પણ સુવિધા અપાઈ છે કે જો કોઈ ખેડૂતનો ખોટો આધાર નંબર જોડાઈ ગયો હોય તો તે તેને સુધારી શકે છે. ઉપરાંત ખેડૂત જે રીતે પોતાનું રજીસ્ટ્રેશન જાતે કરશે, તેને તમામ સ્ટેપ વિશે માહિતી મળતી જશે. તેના રજીસ્ટ્રેશન બાદ નોંધણીનું સ્ટેટસ ખુદ જાણી શકશે.

શું છે પીએમ કિસાન યોજના
પીએમ કિસાન યોજના દર વર્ષે 6000 રૂપિયા આપવાની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં 3 વખત પૈસા આપવામાં આવશે. આ યોજના આમ તો આખા દેશમાં લાગુ છે, પણ કેટલાક અન્ય રાજ્યો તેમાં રસ દાખવતા નથી. જેને કારણે ખેડૂતોને તેનો પૂરતો લાભ મળતો નથી. પશ્ચિમ બંગાળમાં પણ આ યોજના હેઠળ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ શક્યુ નહિં. અત્યાર સુધી આ યોજનાને લાગુ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્ય સરકાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરી તેમનું વિવરણ કેન્દ્રને મોકલે છે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન વાળા ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલી દેવાય છે.

ખેડૂતો જાતે કેવી રીતે કરી શકશે રજીસ્ટ્રેશન
ખેડૂત કોમ્પ્યુટરના થોડા પણ જાણકાર છે તો તેઓ જાતે પીએમ કિસાન યોજનાનું રજીસ્ટેશન કરી શકે છે. નહિંતર તેઓ આ કામમાં કોઈની મદદ લઈ શકે છે. આ માટે તેમને એક કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ કનેક્શનની જરૂર છે. આ સુવિધા આજકાલ દરેક ગામમાં ઉપલબ્ધ છે. આ માટે સૌથી પહેલા પીએમ કિસાનની વેબસાઈટ ખોલવા માટે ક્લિક કરો.
http://www.pmkisan.gov.in
અહીં તમને ફાર્મર કોર્નર દેખાશે. જેમાં તમને 3 વિકલ્પ દેખાશે.
પહેલો વિકલ્પ છે ન્યુ રજીસ્ટ્રેશન
બીજો વિકલ્પ છે એડિટ આધાર ડિટેલ,
ત્રીજો વિકલ્પ છે બેનિફિશરી સ્ટેટસ
જો ફાર્મર કોર્નર શોધવામાં મુશ્કેલી આવી રહી છે તો નીચે આપેલી લિંક પર ક્લીક કરો.
http://www.pmkisan.gov.in/RegistrationForm.aspx

આ છે રજીસ્ટ્રેશનની રીત
જે રીતે ખેડૂત પોતાનો પહેલો વિકલ્પ એટલે કે ન્યુ રજીસ્ટ્રેશન પર આવશે તેની સામે એક વિંડો ખુલશે. આ વિંડોમાં તેમનો આધાર નંબર નાખવાનો રહેશે. ત્યાર બાદ નીચે કૈપ્ચા કોડને ભરવાનો રહેશે. આ કૈપ્ચા કોડ સામે જ લખેલો હોય છે. કૈપ્ચા કોડ નાખી ક્લીક કરશો તો સામે વિંડો ખુલશે. અહીં ખેડૂતે પોતાનું વિવરણ ભરવાનું હોય છે. જેમાં નામ, એડ્રેસ અને બેંક એકાઉન્ટની ડિટેલ શામેલ છે. ઉપરાંત જમીનની હોલ્ડિંગના એક પ્રમાણ પત્ર જાતે જ પ્રમાણિત કરી આપવાનુ રહેશે. આ જાણકારી ભર્યા બાદ તમારુ રજીસ્ટ્રેશન થઈ જશે.

આ રીતે સ્ટેટસ ચેક કરો
આ રજીસ્ટ્રેશન થયા બાદ તમે એ પણ જાણી શકશો કે પીએમ કિસાન યોજનાના પૈસા તમને ક્યારથી મળવા લાગશે. આ માટે તમારે પીએમ કિસાન વેબસાઈટ પર સુવિધા અપાઈ છે. સૌથી પહેલા તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
http://www.pmkisan.gov.in/BeneficiaryStatus/BeneficiaryStatus.aspx
સામે વિંડો ખુલશે જેમાં તમને 3 વિકલ્પ દેખાશે. એક રીત આધાર નંબરની મદદથી સ્ટેટસ ચેક કરવાની રીત, બીજી તમારા બેંક એકાઉન્ટના નંબરની મદદથી ચેક કરવું અને ત્રીજુ મોબાઈલ નંબરની મદદથી ચેક કરવું. તમે આ ત્રણેમાંથી કોઈપણ એક રીત દ્વારા તમારુ સ્ટેટસ જાણી શકો છો.
આ પણ વાંચો: કોર્પોરેટ ટેક્સ બાદ હવે આ ટેક્સ સ્લેબમાં સરકાર બદલાવ કરી શકે છે
-
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો












Click it and Unblock the Notifications
