For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી 5 નવેમ્બરે કરશે ઇન્ફ્રરાસ્ટ્રક્ચર રિવ્યુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ગ, રેલવે અને વીજળી સહિતના માળખાકીય ક્ષેત્રોના કામકાજ અને વિકાસની સમીક્ષા 5 નવેમ્બરે કરવાના છે. આ પ્રસંગે સંબંધિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ અંગે એક સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાને વિવિધ મંત્રાલયો અંતર્ગત ચલાવવામાં આવી રહેલી વિવિધ માળખાકીય સુવિધાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે 5 નવેમ્બર, 2014ના રોજ એક બેઠક બોલાવી છે.

આયોજન પંચ માળખાકીય સવલતો અને તેના કામકાજની સમીક્ષા કરે છે. વડાપ્રધાન આયોજન પંચે તૈયાર કરેલા રિપોર્ટની સમીક્ષા કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર આયોજન સચિવ સિંધુશ્રી ખુલ્લર પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અંગે વડાપ્રધાનને વાકેફ કરવા માટે આ બેઠકમાં હાજર રહેશે.

pm-modi02

આયોજન પંચ વિવિધ માળખાકીય ક્ષેત્રો પર પોતાની સમી7ા રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે હાલના દિવસોમાં વિવિધ અધિકારીઓની બેઠક બોલાવતું રહ્યું છે. દેશમાં માળખાકીય વિકાસમાં તેજી લાવવા માટે મોદીએ પોતાના પ્રધાનેને વિવિધ યોજનાઓની પ્રગતિ પર ઇલેક્ટ્રોનિક માધ્યમથી નજર રાખવા માટે કહ્યું છે.

છેલ્લે 12 સપ્ટેમ્બરના રોજ થયેલી સમીક્ષા બેઠકમાં વડાપ્રધાને રેલવેમાં એફડીઆઇને પ્રોત્સાહન આપવા માટે વિસ્તૃત યોજવા તૈયાર કરવાનો નિર્દેષ આપ્યો હતો. નોંધનીય છે કે આઠ અગ્રણી માળખાકીય ક્ષેત્રો જેવા કે નગર વિમાન, બંદરો અને આંતરરાષ્ટ્રીય જળ માર્ગ, રેલવે, માર્ગ, ટેલિકોમ, વીજળી, કોલસા અને નવીન તથા અક્ષય ઉર્જાની પ્રગતિ પર સમીક્ષા દર મહિને કરવામાં આવશે.

English summary
Prime Minister Narendra Modi will review infrastructure sector on November 5.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X