200 રૂપિયાની નોટ માટે તૈયાર રહેજો, RBIએ છપાઇ શરૂ કરી છે

Posted By:
Subscribe to Oneindia News

નરેન્દ્ર મોદીની સરકાર નવેમ્બર 2016માં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરીને 500 અને 2000 રૂપિયાની નવી નોટો જાહેર કરી હતી. 2000 રૂપિયાની નવી નોટો જાહેર કર્યા પછી ભારતીય રિર્ઝવ બેંક જલ્દી જ 200 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની છે. RBI દ્વારા નવી નોટોની છપાઇ પણ શરૂ થઇ ગઇ છે. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે લોકો માટે ટ્રાંજેક્શન સરળ કરવાના હેતુ હેઠળ આ નોટો જાહેર કરવામાં આવશે. કેટલાક સમય પહેલા જ ભારતીય રિઝર્વ બેંક તરફથી આ નોટોની છપાઇ માટે આદેશ આવ્યો હતો. આ સમયે સરકારી પ્રિંટિંગ પ્રેસમાં આ નોટોની છપાઇનું કામ ચાલી રહ્યું હતું. આ પહેલા પ્લાનિંગ હતું કે આ નોટો જુલાઇને શરૂ કરવામાં આવે પણ હજી થોડી વાર લાગે તેવી સંભાવના છે.

currency

ભારતીય સ્ટેટ બેંકમાં ગ્રુપ ચીફ ઇકોનોમિસ્ટની રીતે કામ કરતા સૌમ્યા કાંતિ ઘોષે જણાવ્યું કે તેનાથી રોજના લેણા-દેણાના ખૂબ જ સરળતા રહેશે. તેમણે જણાવ્યું કે 200 રૂપિયાની નવી નોટો નાની નોટોની જરૂરિયાતની પૂર્તિ કરશે. 500 રૂપિયાના જૂના નોટ બંધ થયા પછી ખૂબ જ ઓછી નવી નોટો જાહેર કરવામાં આવી હતી. જેના કારણે લોકોને નાની કરન્સીમાં મુશ્કેલીઓ ઊભી થઇ હતી. જાણવા મળ્યું છે કે 200 રૂપિયાના નવા નોટ એડવાન્સ સિક્યોરિટી વાળા હશે. નોટની છપાઇમાં ખૂબ જ સતર્કતા રાખવામાં આવી છે. જેથી નકલી નોટ ન છાપી શકાય. ત્યારે જલ્દી જ તમને 200 રૂપિયાના નવા નોટ જોવા મળશે.

English summary
printing of 200 rupees notes begins. Soon new notes will be available in market.
Please Wait while comments are loading...