રાહુલના ભાષણે કમાલ કરી, મોઇલીએ સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા 12 કરી

રાહુલે તાલકટોરા સ્ટેડિયમમાં આજે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશનને સંબોધિત કરતા જણાવ્યું હતું કે 'હું વડાપ્રધાનને કહેવા માંગીશ કે દર વર્ષે સબસિડીવાળા 9 સિલિન્ડર પૂરતા નથી. દેશની ગૃહિણીઓ વર્ષમાં 12 સિલિન્ડર ઇચ્છે છે.'
રાહુલની આ માંગના તુરંત બાદ વિરપ્પા મોઇલીએ જણાવ્યું કે ગેસ સિલિન્ડરોની સંખ્યા 9થી વધારીને 12 કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સબસિડીવાળા ગેસ સિલિન્ડરોની સંખ્યાને 9થી વધારીને 12 કરવાના પ્રસ્તાવને કેબિનેટની સામે લાવવામાં આવશે. નાણામંત્રી પી. ચિદમ્બરમ દ્વારા હાલમાં આ અંગે આપવામાં આવેલા નિવેદન પર મોઇલીએ જણાવ્યું હતું કે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા વધારવાનો પ્રસ્તાવ નથી.












Click it and Unblock the Notifications
