યાત્રાળુઓ ધ્યાન આપે! આવી ગયું છે રેલ બજેટ
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: દેશના રેલમંત્રી મલ્લિકાર્જૂન ખડગે વચગાળાનું રેલ બજેટ રજૂ કરવા માટે સંસદમાં પહોંચી ગયા છે. યૂપીએ સરકારનું આ અંતિમ રેલ બજેટ છે, જોકે લોકસભા ચૂંટણી આવવાની છે, માટે તેને વચગાળાના બજેટની સંજ્ઞા આપવામાં આવી છે. આ બજેટ આવનારા ચાર મહિના માટે હશે. અત્રે પ્રસ્તુત છે બજેટના લાઇવ અપડેટ-
અપડેટ માટે જોતા આ પેજને રિફ્રેશ કરતા રહો...
11.45- રેલમંત્રી સંસદમાં પહોંચી ચૂક્યા છે.
12.00- રેલ બજેટ માટેના ભાષણ માટેનો સમય થઇ ગયો છે. તેમણે સૌથી પહેલા રેલવેની સિદ્ધિઓ ગણાવી.
12.15- રેલમંત્રીએ જણાવ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં નવી ટ્રેન અને ટનલના કારણે રેલવેને ફાયદો થયો છે.
12.19- અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગર સુધી રેલવેલાઇન બિછાવવામાં આવશે.
12.20- મેઘાલય સુધી રેલવે લાઇન બિછાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
12.22- લોકસભામાં ચાર મંત્રીઓએ તેલંગાણાને લઇને હોબાળો શરૂ કરી દીધો. જેના કારણે રેલમંત્રી પોતાનું ભાષણ વાંચી શક્યા નહીં.
12.23- ચિરંજીવી સહીતના ઘણા નેતાઓ સ્પીકરની બેઠક સુધી આવી પહોંચ્યા.
12.23- લોકસભાને આવતીકાલ સુધી સ્થિગિત કરી દેવામાં આવી.
12.30- સંસદ ભવનથી પ્રાપ્ત જાણકારી અનુસાર અપડેટ
- 17 નવી એસી પ્રીમિયમ ટ્રેન ચાલુ કરવામાં આવશે.
- રેલ યાત્રી ભાડામાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે.
- 38 નવી એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવશે.
- પ્લેનની જેમ માર્કેટના આધારે ભાડું રહેશે.
- 3 ટ્રેનોના ફેરામાં વધારો
- 10 પેસેન્જર ટ્રેન ચલાવવામાં આવશે.
- 2 ડેમૂ ટ્રેન ચલાવવામાં આવશે.
- ત્રણ રેલકોચ કારખાના લગાવવામાં આવશે.













Click it and Unblock the Notifications
