For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2017: રેલ બજેટમાં ભાડું વધ્યું તો ભાજપને જ નુક્શાન થશે

ખબરોની માનીએ તો રેલ બજેટમાં આ વખતે ટિકીટ ભાડુ વધી શકે તેમ છે. ત્યારે રેલ બજેટમાં કેવા કેવા ફેરફારો થવાની સંભાવના છે જાણો અહીં...

|
Google Oneindia Gujarati News

આ વખતે રેલ્વે અને નાણાં બજેટ બન્નેને એક સાથે જ રજૂ કરવામાં આવશે. અને આ જ કારણે આ વખતના બજેટને ખાસ માનવામાં આવે છે. ત્યારે આ વખતના રેલ્વે બજેટમાં સંભાવના રહેલી છે કે ટીકિટ ભાડુ વધે. નોંધનીય છે કે રેલ્વે હાલ દેવામાં ચાલી રહી છે. ત્યારે રેલ્વેનું વધતું દેવું ઓછું કરવા માટે આ જરૂરી પગલાં લેવામાં આવી શકે છે. રેલ મંત્રાલયને સેફ્ટી ફંડ માટે 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાની રાશિની જરૂર છે જે માટે ભાડુ વધારી શકે છે.

rail

1 ફેબ્રુઆરીએ બજેટ
રેલ બજેટ 1 ફેબ્રુઆરી રજૂ થશે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ રેલ પ્રધાન સુરેશ પ્રભુએ નાણાંમંત્રાલયને માંગ કરી હતી કે તે સેફ્ટી ફંડનું સંપૂર્ણ ફડિંગ કરે, પણ સરકાર ખાલી 25 ટકા જ ફડિંગ કરવા તૈયાર હતી.
જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે રેલ્વેને પોતાનું રેવેન્યૂ વધારવાની જરૂર છે. અને આ માટે ટ્રેનના અલગ અલગ ડબ્બાને જાહેરાત બોર્ડની જેમ ઉપયોગ કરવાના બદલે આખી ટ્રેનને જ બ્રાન્ડના નામે ચલાવવામાં આવે તે વાત પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
બ્રાન્ડ સ્પોન્સર ટ્રેન
જે હેઠળ રેલ્વે દર વર્ષે પોતાની ફસ્ટ ક્લાસ ટ્રેનોનું નામ બ્રાન્ડ સાથે જોડી તેની ચલાવશે. જેથી કરીને ટ્રેનની કમાણીમાં વધારો થઇ શકે. જો કે નોંધનીય છે કે આ સરકાર ભાડું વધાર્યા વગર જાહેરાતો કે અન્ય કોઇ રીતે રેલ્વેનો રેવન્યૂ વધારવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે આવા પ્રયાસો ગત યુપીએ સરકારે પણ કર્યા હતા પણ તેમને સફળતા નહતી મળી.
ચૂંટણી
નોંધનીય છે કે બજેટ પછી જ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેના કારણે સરકાર નથી ઇચ્છતી કે હાલ રેલ ભાડામાં કોઇ વધારો કરવામાં આવે જેના કારણે પાછળથી ચૂંટણી સમયે વિપક્ષ અને વિરોધી પાર્ટીઓને આજ વધેલા ભાડાને લઇને સરકાર પર તંજ કશે. ત્યારે આ વખતના રેલ્વે બજેટમાં શું થઇ શકે છે તે જોવું જ રહ્યું.

English summary
Rail Fare May Increase After Budget 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X