For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બિઝનેસ ટાયકૂન' રતન ટાટાની દસ ઉપલ્બધિઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ratan-tata
નવી દિલ્હી, 28 ડિસેમ્બર: રતન ટાટા આજે તેમના જન્મ દિવસે જ નિવૃતિ લઇ રહ્યાં છે. ટાટા સમૂહમાં રતન ટાટાનું સ્થાન સાઇરસ મિસ્ત્રી સંભાળશે. રતન ટાટાએ ટાટા સમૂહને કેટલીય નવી ઉંચાઇઓ પર પહોંડ્યું છે. આવો આપણે જાણીએ રતન ટાટાની દસ ઉપલબ્ધિઓ:

1. પ્રથમ પેસેન્જર કાર : 1998માં ટાટા ગ્રુપે રતન ટાટાના નેતૃત્વમાં પ્રથમ પેસેન્જર કાર ટાટા ઇન્ડિકા લોન્ચ કરી. બે વર્ષના સમયગાળામાં આ કાર પોતાના ગ્રુપમાં નંબર વન બ્રાન્ડ તરીકે સામે આવી.

2. ટેટલીનું અધિગ્રહણ : ટાટા ગ્લોબલ બેવરેજના નામથી ઓળખાતી ટાટા ટીએ વર્ષ 2000માં ટેટલી સમૂહનું અધિગ્રહણ કર્યું. ટેટલી ગ્રુપ દુનિયામાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરનાર તથા વિતરણ કરનાર ગ્રુપ છે. ટેટલી બ્રિટનની સૌથી મોટી ચા કંપની છે.

3. ટાટા-એઆઇજી : ટાટા ગ્રુપ અને અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ ઇન્ક (એઆઇજી)એ સંયુક્ત રીતે 2001માં ટાટા-એઆઇજીની શરૂઆત કરી. ત્યારબાદ ફરી એકવાર ટાટા વીમા સેક્ટરમાં ઉતરી. આ પહેલાં 1919માં દોરાબજી ટાટાએ ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સની શરૂઆત કરી હતી, જે 1956માં રાષ્ટ્રીયકૃત થઇ.

4. વીએસએનએલ પર નિયંત્રણ : વર્ષ 2002માં ટાટા ગ્રુપે વિદેશ સંચાર નિગમ લિમિટેડ (વીએસએનએલ)ના નિયંત્રણકારી શેર પ્રાપ્ત કરી લીધા. વીએસએનએલનું નિર્માણ 1986માં થયું હતું અને તે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જની યાદીમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય જાહેર ક્ષેત્રનું સાહસ હતું.

5. ટીસીએસના રેકોર્ડની આવક : વર્ષ 2003માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ ભારતની એવી પ્રથમ સોફ્ટવેર કંપની બની જેનું રાજસ્વ એક અરબ ડોલરના આંકડાનો પાર કર્યો હોય. ત્યારબાદ એક વર્ષ બાદ કંપનીએ સાર્વજનિક શેર જાહેર કર્યા.

6. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ : વર્ષ 2004માં ટાટા મોટર્સની લિસ્ટિંગ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં થઇ. આ જ વર્ષે કંપનીએ ડેબૂ મોટર્સની હેવી વ્હેકિલ્સ યૂનિટનું અધિગ્રહણ પણ કર્યું. વર્ષ 2007માં ટાટા સ્ટીલે એંગ્લો-ડચ કંપની કોરસનું અધિગ્રહણ કર્યું. કોરસ યૂરોપની બીજા નંબરની સૌથી મોટી ઉત્પાદક કંપની છે.

7. નેનોનું લોન્ચિંગ: વર્ષ 2008માં ટાટા મોટર્સે દેશની સૌથી સસ્તી કાર ટાટા નેનોનું લોન્ચિંગ કર્યું. રતન ટાટાનું સપનું હતું કે તે દેશવાસીઓને એક લાખ રૂપિયામાં કાર ઉપલબ્ધ કરાવશે. તે હવે તેને નવા રૂપમાં લોન્ચ કરવા જઇ રહ્યાં છે.

8. જગુઆર-લેન્ડરોવર: વર્ષ 2008માં ટાટા મોટર્સે ફોર્ડની જગુઆર-લેન્ડરોવરનું અધિગ્રહણ કર્યું. ત્યારબાદ જગુઆર લેન્ડરોવરના નામથી નવી કંપની બનાવવામાં આવી.

9. ટાટા સ્ટરબક્સની શરૂઆત: વર્ષ 2012માં ટાટા ગ્લોબલ બેવરેજ અને સ્ટારબક્સે સંયુક્ત ઉપક્રમ હેઠળ સ્ટારબક્સ લિમિટેડની શરૂઆત કરી. તેનો પ્રથમ સ્ટોર મુંબઇમાં ખોલ્યા.

10. એવોર્ડ : ભારતના 50મા પ્રજાસત્તાક દિન 26 January 2000ના સમારોહ પર રતન ટાટાને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમને 26 January 2008ના રોજ સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તે નેસકોમ ગ્લોબલ લીડરશીપ (NASSCOM Global Leadership) એવોર્ડ 2008 મેળવ્યો હતો.

English summary
Ratan Tata, the chairman of the Tata group since 1991, is set to step down from the post when he turns 75 later this month. Here's a look at some milestones the group achieved during his tenure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X