For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI એ ATM માંથી પૈસા ઉપાડવા, ફંડ ટ્રાન્સફર કરવાના નિયમોમાં ફેરફાર કર્યા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર એટીએમ પર રોકડ જમા અને ઉપાડવા તથા ફંડ ટ્રાન્જેક્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર એટીએમ પર રોકડ જમા અને ઉપાડવા તથા ફંડ ટ્રાન્જેક્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે. આરબીઆઈના નવા નિયમ બાદ એટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકોને મોટી રાહત થશે. આરબીઆઈના નવા નિયમ હેઠળ ડેબિટ કાર્ડથી અથવા ઓનલાઇન ટ્રાંઝેક્શન ફેલ થવા પર આવનારી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક નવો નિયમ જારી કર્યો છે.

ATM માંથી નાણાં ટ્રાન્સફર કરવા માટે નવો નિયમ

ATM માંથી નાણાં ટ્રાન્સફર કરવા માટે નવો નિયમ

ઓનલાઇન વ્યવહાર કરતી વખતે જો તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવે તો તમારે ગભરાવાની જરૂર નથી, પરંતુ વેપારીને ચૂકવણી થઇ શકતી નથી અથવા એટીએમ કાર્ડ સ્વાઇપ કરતી વખતે તમારા ખાતામાંથી ફંડ કપાઈ જાય છે, પરંતુ વેપારીના ખાતામાં પહોંચતું નથી. આરબીઆઈએ આ અંગે કડક વલણ અપનાવ્યું છે અને આ માટે નવી માર્ગદર્શિકા નિર્ધારિત કરી છે.

ફેલ્ડ ટ્રાન્જેક્શન પર નવો નિયમ

ફેલ્ડ ટ્રાન્જેક્શન પર નવો નિયમ

ટર્નઆરાઉન્ડ ટાઇમ (TOT) પર જારી કરાઈ ગાઇડલાઈન્સમાં આરબીઆઈએ નિર્દેશ આપ્યો છે કે બેંકોએ 'ફેલ્ડ ડેબિટ કાર્ડ ટ્રાંઝેક્શન' ના મુદ્દાને પાંચ દિવસમાં ઉકેલીનો રહેશે. તે જ સમયે, આઇએમપીએસ સાથે સંકળાયેલા ફેલ્ડ ટ્રાન્જેક્શનની ફરિયાદોનું નિરાકરણ 1 દિવસમાં કરવું પડશે.

આરબીઆઈએ તમામ ચુકવણી ઓપરેટરોને ફેલ્ડ ટ્રાન્જેક્શનને નિર્ધારિત સમયમાં સમાધાન કરવાનો નિર્દેશ આપ્યો. એટલું જ નહીં, જો આ ફરિયાદોનું સમયમર્યાદામાં સમાધાન નહીં કરવામાં આવે તો બેંકોને નુકસાન ચૂકવવું પડશે.

બેંકોએ દંડ ભરવો પડશે

બેંકોએ દંડ ભરવો પડશે

જો બેંકો નિર્ધારિત સમયમાં ફરિયાદોનો નિકાલ નહીં કરે તો ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે અને એટીએમમાંથી રોકડ ન નીકળવા પર 5 દિવસથી વધુ મોડું થવા પર દિવસ દીઠ 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

જો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય અને મોકલવામાં આવેલા વ્યક્તિના ખાતામાં પૈસા નહીં પહોંચવા પર 1 દિવસથી વધુ વિલંબ માટે 100 રૂપિયા દંડ થશે. જો ખાતામાંથી પૈસા કપાયા પછી 5 દિવસ સુધી વેપારીને કન્ફર્મેશન ન મળવા પર બેંકને દરરોજ 100 રૂપિયા દંડ ભરવો પડશે. આઇએમપીએસ ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર 1 દિવસના પછીના દિવસથી દરરોજ 100 રૂપિયા દંડ થશે.

આ પણ વાંચો: પહેલીવાર બેંક ક્રેડિટ ગ્રોથ રેટ 10%ની નીચે, RBIએ આંકડા જાહેર કર્યા

English summary
RBI changed the rules for withdrawing funds from ATMs, transferring funds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X