For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલીવાર બેંક ક્રેડિટ ગ્રોથ રેટ 10%ની નીચે, RBIએ આંકડા જાહેર કર્યા

પહેલીવાર બેંક ક્રેડિટ ગ્રોથ રેટ 10%ની નીચે, RBIએ આંકડા જાહેર કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા મુજબ આ વર્ષે પહેલીવાર ચાલુ નાણાકીય વર્ષમાં બેંકોનો લોન ગ્રોથ રેટ 10 ટકાની નીચે આવી ગયો છે. રિઝર્વ બેંકે આંકડા જાહેર કરતા જણાવ્યું કે 27 સપ્ટેમ્બરે સમાપ્ત થયેલ પખવાડિયામાં બેંકો તરફથી આપવામાં આવેલ લોનનો ગ્રોથ રેટ ઘટીને 8.79 ટકા રહી ગય છે. આ અવધિમાં બેંકોનું વ્યાજ 97.71 લાખ કરોડ રહ્યું જ્યારે એક વર્ષ પહેલા 89.82 લાખ કરોડ રહ્યું હતું. જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરે સમાપ્ત થયેલ પખવાડિયામાં બેંકોનો 10.26 ટકા વધી 97.01 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું.

બેંક ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો

બેંક ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો

આરબીઆઈ મુજબ આ અવધિમાં બેંકોમાં જમા રૂપિયાનો ગ્રોથ રેટ પણ ઘટ્યો છે. જે 9.38 ટકા ઘટી 129.06 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો. એક વર્ષ પહેલા સમાન પખવાડિયામાં બેંકોની જમા 118 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે 13 સપ્ટેમ્બરે ખતમ થયેલ પખવાડિયામાં બેંકોની જમા 10.02 ટકા વધી હતી.

નૉન ફ્રૂડ ક્રેડિટ ગ્રોથમાં પણ ગિરાવટ

નૉન ફ્રૂડ ક્રેડિટ ગ્રોથમાં પણ ગિરાવટ

નૉન ફૂડ ક્રેડિટ ગ્રોથ રેટની વાત કરીએ તો તેમાં પણ ગિરાવટ નોંધાઈ છે, વાર્ષિક આધારે વર્ષના ઓગસ્ટ માસમાં ગ્રોથ રેટ ઘટીને 9.8 ટકા પર આવી ગયો છે. પાછલા વર્ષે એટલે કે 2018ના ઓગસ્ટ મહિનામાં આ 12.4 ટકા સુધી પહોંચ્યો હતો. જ્યારે કૃષિ ક્ષેત્રના લોન ગ્રોથ રેટમાં વધારો થયો છે, ઓગસ્ટમાં ગ્રોથ રેટ વધીને 6.8 ટકા થઈ ગયો જે પાછલા વર્ષે 6.6 ટકા રહ્યો હતો.

દુનિયાના સૌથી વિશાળ અજગરે 257 લોકોના જીવ લીધા, જાણો શું છે હકિકતદુનિયાના સૌથી વિશાળ અજગરે 257 લોકોના જીવ લીધા, જાણો શું છે હકિકત

સર્વિસ સેક્ટર ગ્રોથ પણ ઘટ્યો

સર્વિસ સેક્ટર ગ્રોથ પણ ઘટ્યો

સર્વિસ સેક્ટરમાં પણ લોન ગ્રોથ રેટનું પ્રદર્શન કંઈ ખાસ સારું નહોતું રહ્યું, ઓગસ્ટમાં આ 26.7 ટકા રહ્યું હતું જે ઘટી હવે 13.3 ટકા જ રહી ગયું છે. જ્યારે પર્સનલ લોન ગ્રોથ રેટ પણ પાછલા વર્ષના મુકાબલે ઘટ્યો છે. વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં આ 18.2 ટકા રહ્યો હતો જે આ વર્ષે ઘટી 15.6 ટકા પર આવી ગયો છે. જો કે આ દરમિયાન ઉદ્યોગ ઋણની વૃદ્ધિમાં બેગણો વધારો થયો, જે ઓગસ્ટ 2018માં 1.9 ટકા જ હતો જે આ વર્ષે વધીને 3.9 ટકા સુધી પહોંચ્યો.

English summary
first time bank credit growth rate is at below 10 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X