નવા બેંક લાયસન્સ અંગે RBIએ કરી સ્પષ્ટતા

આરબીઆઇએ જણાવ્યું કે નવા લાયસન્સ માટે અરજી કરનારી કંપનીઓમાં જાહેર હિસ્સેદારી ઓછામાં ઓછી 51 ટકા હોવી જરૂરી છે. આ ઉપરાંત તે આરબીઆઇના અન્ય નિયમોનું પાલન કરતી હોવી જોઇએ. કેન્દ્રીય નાણાં મંત્રાલયના સેક્રેટરી રાજીવ ટકરૂના જણાવ્યા મુજબ, દેશમાં નવા બેન્ક લાઈસન્સોની ફાળવણી આવતા વર્ષની 31 માર્ચ સુધીમાં કરવામાં આવશે.
ભારતીય રીઝર્વ બેન્કે કહ્યું છે કે નવી બેન્કો માટેની સૈદ્ધાંતિક મંજૂરીની કાયદેસરતાની મુદત તેણે એક વર્ષથી લંબાવીને દોઢ વર્ષની કરી છે. બેન્કિંગ રેગ્યૂલેટર આરબીઆઈએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે અરજીઓ પર વિચારણા કરતી વખતે નોન ફાઈનાન્સિયલ સહિતની તમામ ગ્રુપ કંપનીઓના ટ્રેક રેકોર્ડની ચકાસણી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
