બજારમાં જલ્દી જ આવશે 10 રૂપિયાની નવી નોટ, જાણો વધુ

Posted By:
Subscribe to Oneindia News

રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઇએ 200 અને 50 રૂપિયાની નવી નોટ માર્કેટમાં લાવી છે. તે પછી હવે બહુ જલ્દી જ 10 રૂપિયાની નવી નોટ પણ બજારમાં આવશે. નવી નોટ મહાત્મા ગાંધીની સીરીજ હેઠળ જ બહાર પડશે. પણ તેનો રંગ સૌથી અલગ હશે. ખબરોના મત મુજબ આરબીઆઇએ અત્યાર સુધીમાં 10 રૂપિયાની 100 કરોડથી વધુ સંખ્યાની નોટ છાપી ચૂક્યું છે. આરબીઆઇએ નવી નોટની ડિઝાઇનને મંજૂરી ગત સપ્તાહે જ આપી દીધી છે. બજારમાં આવનારા 10 રૂપિયાની નવી નોટનો રંગ ચોકલેટ બ્રાઉન રંગનો હશે. અને તેમાં ઓડિસ્સાના પ્રસિદ્ધ કોણાર્ક સૂર્ય મંદિરની છાપ હશે. સાથે જ માનવામાં આવે છે કે 10 રૂપિયાની આ નવી નોટાના સુરક્ષા ફિચર્સ પહેલા કરતા સરસ હશે.

10 rs

નંબર પેનલ પર ઇનસેટમાં અંગ્રેજી અક્ષર L છાપેલો હશે અને પાછળની તરફ છપાઇ વર્ષ લખેલું હશે. ઉલ્લેખનીય છે કે 10 રૂપિયાની નોટની ડિઝાઇન 12 વર્ષ પહેલા 2005માં 10 રૂપિયાની નોટની ડિઝાઇન બદલવામાં આવી હતી. ગત વર્ષે આરબીઆઇએ મહાત્મા સીરીઝના 200 અને 50 રૂપિયાના નોટ જાહેર કરવામાં આવ્યા હતા. 8 નવેમ્બર 2016ના રોજ સરકારે 1000 અને 500 રૂપિયાની નોટને રદ્દ કરી હતી. અને તે પછી આરબીઆઇએ 2000 રૂપિયાના નવા નોટ જાહેર કર્યા હતા અને 500 રૂપિયાના નોટની ડિઝાઇન પણ બદલાઇ હતી. નોંધનીય છે કે લોકસભામાં નાણાં મંત્રાલયે જે જાણકારી આપી તે મુજબ 8 ડિસેમ્બર સુધી આરબીઆઇ એ 500 ના 16.96 અરબ નોટ (સંખ્યા) અને 200 ના 3.6 અરબ (સંખ્યા) પ્રિંટ કર્યું છે. આ નોટોનું કુલ મુલ્ય 15 લાખ કરોડ છે.

English summary
RBI To Issue New Note of 10 Rupees Is Of Chocolate Colour, Its Features and Specialty.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.