For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

200 રૂપિયાની નવી નોટની પહેલી ઝલક જુઓ અહીં

આરબીઆઇએ જાહેર કરી 200 રૂપિયાની નવી નોટ. 25 ઓગસ્ટથી બજારમાં મૂકવામાં આવશે આ નવી નોટ. જાણો આ નોટ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

ભારત સરકાર તરફથી 200 રૂપિયાની નવી નોટની જાહેરાત કરવામાં આવી છે. 25મી ઓગસ્ટથી આ નવી નોટોને લોકો માટે જાહેર પણ કરવામાં આવશે. ભારતીય રિર્ઝવ બેંકની વેબસાઇટ પર જાહેર નોટિફિકેશન મુજબ 200 રૂપિયાની આ નવી નોટ 25 ઓગસ્ટે જાહેર થશે. સુત્રોની માનીએ તો 200 રૂપિયાની નોટના 50 કરોડ જેટલા બંડલને બજારમાં શરૂઆતમાં લાવવામાં આવશે. જો કે 200 રૂપિયાની નવી નોટ આવતા કેશની લેવડ દેવડમાં સરળતા રહેશે. વળી અત્યાર સુધી 100 રૂપિયા અને 500 રૂપિયાની વચ્ચે કોઇ નોટ ઉપલબ્ધ નહતી.

200 rs

તો 200 રૂપિયાની નવી નોટ આવવાથી આ મુશ્કેલી પણ ઓછી થશે. નોટબંધી પછી સરકાર દ્વારા કાળા નાણાંને રોકવામાં માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપ જ આ 200 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી છે. જો કે ભારતીય સ્ટેટ બેંકના ગ્રુપ ચીફ ઇકોનોમિસ્ટ સૌન્ય કાંતિ ધોષે જણાવ્યું કે મોટી સંખ્યામાં નવી નોટો બજારમાં આવતા સામાન્ય નાગરિકની મુશ્કેલીઓ વધી શકે છે. 2000 રૂપિયાની નવી નોટની જેમ નકલી નોટોની મુશ્કેલી 200 રૂપિયાની નવી નોટને પણ વેઠવી પડી શકે છે. જે લોકોની મુશ્કેલી વધારશે.

English summary
RBI to issue notes in denomination of 200 rupees on 25th august.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X