For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ કોમ્યુનિકેશન્સે 6000 કરોડનું દેવું ચૂકવ્યું

|
Google Oneindia Gujarati News

reliance-communications
નવી દિલ્હી, 1 જુલાઇ : અનિલ અંબાણીના અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ (એડીએજી)ના નેતૃત્વવાળી રિલાયન્સ કમ્યુનિકેશન્સે આજે જાહેર કર્યું છે કે તેણે જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન બે લોન ચૂકવી દીધી છે. આ બંને લોનની કુલ રકમ અંદાજે રૂપિયા 6000 કરોડ થાય છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે 50 કરોડની રકમવાળી બે સિન્ડિકેટેડ ઈસીબી લોન સંપૂર્ણપણે ચૂકવી દીધી છે. આ લોન તેણે ઈન્ટરનેશનલ બેન્કોના એક ગ્રુપ પાસેથી વર્ષ 2007માં લીધી હતી. આ લોન તેણે ગઈ 30 જૂને પૂરા થયેલા નાણાકીય વર્ષના ક્વાર્ટર દરમિયાન ચૂકવી હતી.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે તાજેતરમાં મુકેશ અંબાણી ગ્રુપની કોમ્યુનિકેશન ક્ષેત્રની કંપની સાથે મોટો કરાર કર્યો છે અને તેની મદદથી તે સમગ્ર દેશમાં પોતાનું નેટવર્ક વધારે વ્યાપક બનાવવા માંગે છે. આ સમાચારથી તેના શેરોમાં તેજી જોવા મળી હતી.

English summary
Reliance Communications paid 6000 crore debt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X