For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 વર્ષમાં 1 લાખ 80 હજાર કરોડ રૂપિયા ઇનવેસ્ટ કરશે RIL

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જૂન: રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ આવતા 3 વર્ષમાં 1,80,000 કરોડ રૂપિયા 'ગેમ ચેજિંગ પ્રોજેક્ટ્સ'માં રોકાણ કરવા જઇ રહી છે. તે આના દ્વારા દુનિયાની ટોપ 50 ફર્મ્સમાં સ્થાન બનાવવાની આશા રાખી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે કંપની ઓઇલ એક્સપ્લોરેશન, રિફાઇનિંગ અને પટ્રોકેમિકલ્સની સાથે ટેલીકોમ અને રિટેલ સેક્ટરમાં પણ મોટી નામના હાસલ કરવા માગે છે.

અંબાણીએ જણાવ્યું કે 'રિલાયંસ ઇંડસ્ટ્રીઝ આજ સુધીનો સૌથી મોટો ઇનવેસ્ટમેન્ટ પ્રોગ્રામ ચલાવી રહી છે. હાલમાં અમે આ પ્રોગ્રામના મધ્યમાં પહોંચ્યા છીએ. આવનારા બે વર્ષ એટલે કે 2014-15 અને 2015-16માં અમે પેટ્રોકેમિકલ્સ, રિફાઇનિંગ, રિટેલ અને ઝિયો પ્રોજેક્ટ્સ શરૂ કરીશું. આ તમામ પ્રોજેક્ટ્સનો સંપૂર્ણ ફાયદો 2016-17માં મળશે. આનાથી અમારા શેરહોલ્ડર્સ, ગ્રાહકો અને સમાજ સૌને ફાયદો થશે. '

ril
અંબાણીએ રિલાયંસ ઇંડસ્ટ્રીઝની 40મી વાર્ષિક જનરલ બેઠકમાં શેર્સ હોલ્ડર્સને જણાવ્યું કે આવનારા ત્રણ વર્ષ કંપની માટે મોટા પરિવર્તન થવાના છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી રિલાયંસ ઇંડસ્ટ્રીઝને શેર બજારમાં લિસ્ટ થયે 40 વર્ષ પૂરા થશે, ત્યાં સુધી આ ફર્મ સંપૂર્ણ રીતે બદલાઇ ચૂકી હશે. તેમણે જણાવ્યું કે 2015માં કંપની એકપછી એક 4જી બ્રોડબેંડ સર્વિસિઝ લોન્ચ કરશે. આની પર રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ 70,000 કરોડ રૂપિયા ઇનવેસ્ટ કરી રહી છે. તેમણે જણાવ્યું કે રિટેલ બિઝનેસનો સ્કેલ પણ વધારવામાં આવી રહ્યો છે. અંબાણીને વિશ્વાસ છે કે આ બિઝનેસ આવતા 3-4 વર્ષમાં ડબલ થઇ જશે.

તેમણે જણાવ્યું કે 'આવનારા 3 વર્ષમાં અમે પેટ્રોકેમિકલ્સ અને રિફાઇનિંગમાં મોટા પ્રોજેક્ટ્સ શરૂ કરીશું. આની સાથે રિટેલ બિઝનેસને મજબૂત કરવામાં આવશે અને રિલાયંસ ઝિયો ઇંફોકોમની સર્વિસ પણ શરૂ થશે. આ પહેલમાં અમે ફોર્ચ્યૂન 50 કંપનીમાં સામેલ થવાના લક્ષ્યની નજીક પહોંચીશું.' કંપની રોકાણ માટે ફંડ ઉગરાવવાનો ઇરાદો રાખે છે. આનાથી આવનારા બે વર્ષમાં રિલાયંસ ઇંડસ્ટ્રીઝનું દેવું વધીને 60, 000 કરોડ રૂપિયા થઇ જશે, જે માર્ચ 2014 સુધી 1778 કરોડ રૂપિયા હતો. જોકે રિલાયંસ 2017-18 સુધી ફરીથી દેવામુક્ત કંપની બની જશે.

English summary
Reliance Industries (RIL) chairman Mukesh Ambani on Wednesday announced plans to invest Rs 1.8 lakh crore in 3 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X