For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કેજી-ડી 6માં સાતમો કુવો કર્યો બંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

reliance
નવી દિલ્હી, 13 ડિસેમ્બર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કૃષ્ણા-ગોદાવરી બેઝિનના કેજી-ડી6 બ્લોક સ્થિત સાતમા કુવામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઇ જતાં તેને બંધ કરી દેવામાં આવ્યો છે. કંપની ગેસ કુવામાં રેત અને પાણી ઘુસી જતાં તેમાંથી ગેસ ઉત્પાદનની સમસ્યાને દૂર કરવા માટે હાઇડ્રોકાર્બન વિસ્તારના નિયામક પાસે તાત્કાલિક કામ કરવા માટેની મંજૂરીની રાહ જોઇ રહી હતી.

રિલાયન્સે 29 નવેમ્બરે કેજી-ડી6ના ધીરૂભાઇ એક વધુ ધીરૂભાઇ ત્રણના મુખ્ય ઉત્પાદન વિસ્તારમાં બી-4 કુવાને બંધ કરી દિધો. હાઇડ્રોકાર્બન મહાનિર્દેશાલયની એક સ્થિત રિપોર્ટ અનુસાર વધુ પડતુ પાણી અને રેતના કારણે કુવાઓ બંધ કરવામાં આવ્યાં છે.

આ વિસ્તારનો સાતમો કુવો બંધ થયા બાદ એક મહિના પહેલાં ગેસ ઉત્પાદન બે કરોડ ઘનમીટર પ્રતિદિવસ હતો તે ઘટીને એક કરોડ 92 લાખ ઘનમીટર પ્રતિદિવસ રહી ગયો હતો. હાઇડ્રોકાર્બન મહાનિર્દેશાલયના અનુસાર વિસ્તારમાં એમએ તેલ વિસ્તારથી 42.50 લાખ ઘનમીટર પ્રતિદિવસ ઉત્પાદન સહિત બે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં આ વિસ્તારમાંથી બે કરોડ 32 લાખ ઘનમીટર પ્રતિદિવસ ગેસ ઉત્પાદન થઇ રહ્યું હતું.

રિલાયન્સે અત્યાર સુધી આ વિસ્તારમાં કુલ 22 કુવાઓનું ખોદકામ કર્યું છે કે પરંતુ ફક્ત 18માં જ ઉત્પાદન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં એપ્રિલ 2009માં ગેસ ઉત્પાદન શરૂ કર્યું હતું અને ઓગષ્ટ 2010 સુધી અહીંથી પ્રતિદિવસ પાંચ કરોડ 50 લાખ ઘનમીટર સુધી ગેસ ઉત્પાદન થવા લાગ્યું, પરંતુ ત્યારબાદ કુવાઓમાં પાણી અને રેત ઘુસી જતાં ઉત્પાદન સતત ઓછું થતું ગયું.

ઓઈલ મંત્રાલયનું કહેવું છે કે રિલાયન્સના નિયંત્રક અને ઓડિટર ઓડીટ માટે સહમત ન થતા અને તેમને પોતાના દસ્તાવેજ પુરા પાડ્યા હોવાથી મંજુરી રોકવામાં આવી હતી.

English summary
Reliance Industries has shut its seventh well on KG-D6 gas block due to high water and sand ingress as it awaits regulatory nod to carry out urgent workover to plug the problem responsible for drastic fall in output.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X