• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજથી બદલાઈ ગયા આ નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર

|

નવી દિલ્હીઃ લૉકડાઉનને કારણે દેશમાં કામકાજ ઠપ છે. કોરોના વાયરસના કારણે આપણી જીવનશૈલીમમાં બદલાવ થયો છે. આપણા કામકાજ કરવાની રીતમાં બદલાવ આવ્યો છે. મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. લોકોની આવક પર અસર પડી છે. એવામાં જાણવું જરૂરી બની જાય છે કે તમે કેવી રીતે વધુમાં વધુ બચી શકો અને કોઈપણ દંડ, પેનલ્ટીથી બચી શકો. આના માટે નિયમોમાં થઈ રહેલ બદલાવો વિશે જાણવું જરૂરી છે. જણાવી દઈએ કે 1 મેથી નવા નિયમો લાગૂ થઈ રહ્યા છે. કેટલાય નિયમોમાં બદલાવ થઈ રહ્યા છે. એટીએમ, બેંકિંગ, એસબીઆઈ, પીએનજી, ઈનકમ ટેક્સ સહિત કેટલાય નિયમોમાં આજે બદલાવ થઈ રહ્યો છે. લૉકડાઉનને પગલે ટ્રેન અને હવાઈ સેવાઓ પ્રતિબંધિત છે પરંતુ આની સાથે જોડાયેલા નિયમોમાં પણ બદલાવ આવ્યો છે. આવો જાણીએ 1 મેથી કયા કયા નિયમો બદલાઈ રહ્યા છે અને તેની શું અસર પડશે.

1 મેથી એસબીઆઈનો વ્યાજદર બદલી જશે

1 મેથી એસબીઆઈનો વ્યાજદર બદલી જશે

1મેથી એસબીઆઈ ખાતાધારકો માટે નિયમોમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. 1 મેથી એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના વ્યાજદરમાં બદલાવ થઈ રહ્યો છે. 1 મેથી એક લાખથી વધુ બચત જમા ખાતામાં વ્યાજ દર ઘટાડી રહી છે. જ્યારે નવા લૉનધારકોને હવે પહેલાથી ઓછા દરે લોન મળશે. આરબીઆઈએ એપ્રિલ મહિનામાં રેપો રેટમાં કટોતી કરી, જેને પગલે બચત જમા કરી. વ્યાજ દરમાં બદલાવ થયો. જણાવી દઈએ કે એસબીઆઈ પહેલી બેંક છે, જેણે એક્સટર્નલ બેંચમાર્ક રૂલ્સ લાગૂ થતા બચત જમા અને અલ્પાવધિ વ્યાજ દરને રેપો રેટ સાથે જોડ્યો છે.

PNB ખાતાધારકો માટે આ નિયમ બદલાઈ ગયા

PNB ખાતાધારકો માટે આ નિયમ બદલાઈ ગયા

જ્યારે પંજાબ નેશનલ બેંકના ખાતાધારકો માટે આજે મોટો નિયમ બદલાઈ ગયો છે. 1 મેથી પીએનબીની પેમેન્ટ વોલેટ સેવા PNB Kitty Wallet બંધ થઈ ગઈ છે. 30 એપ્રિલ સુધી આ ખાતાધારકો માટે ઓપન રાખવામાં આવ્યું હતું. અડધી રાત બાદ આ બંધ કરી દેવામાં આવ્યું. જણાવી દઈએ કે પીએનબીના આ Kitty Wallet ખાતાધારકોને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળી રહી હતી. બેંકે આ સેવાને ડિસેમ્બર 2016માં શરૂ કરવામાં આવી હતી.

ATM સાથે જોડાયેલ નિયમોમાં બદલાવ

ATM સાથે જોડાયેલ નિયમોમાં બદલાવ

લૉકડાઉન અને કોરોના સંકટ વચ્ચે સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે એટીએમ માટે નવા નિયમ બનાવવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ એટીએમના દરેક ઉપયોગ બાદ તેને સંક્રમણ મુક્ત કરવા માટે સાફ કરવામાં આવશે. ગાઝિયાબાદ અને ચેન્નીથી તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. જો આ માનવામાં નહિ આવ્યું તો એટીએમ ચેમ્બરને સીલ કરી દેવામાં આવશે.

બોર્ડિંગ સ્ટેશન બદલવાની છૂટ

બોર્ડિંગ સ્ટેશન બદલવાની છૂટ

લૉકડાઉનને કારણે ટ્રેનનું પરિવહન ભલે બંધ છે, પરંતુ આજેથી રેલવેના મોટા નિયમોમાં બદલાવ થયો છે. સેવા શરૂ થતા જ આ નિયમ લાગૂ થઈ જશે. નવા નિયમ મુજબ 1 મેથી રેલવેમાં સફર કરનાર યાત્રી રિઝર્વેશન ચાર્ટ નીકકળી ગયાના 4 કલાક પહેલા સુધી બોર્ડિંગ સ્ટેશનને બદલી શકે છે. જણાવી દઈએ કે વર્તમાનમાં રેલવેના નિયમો મુજબ યાત્રી પોતાના બોર્ડિંગ સ્ટેશનને યાત્રાની તારીખથી 24 કલાક પહેલા જ બદલી શકાયું હતું, પરંતુ હવે આને 4 કલાક પહેલા સુધી કરી શકાય છે.

એરલાયન્સ માટે નિયમ બદલાયો

એરલાયન્સ માટે નિયમ બદલાયો

1 મેથી એર ઈન્ડિયાના તમામ યાત્રીઓની ટિકિટ રદ્દ કરાવવા પર કોઈ એક્સટ્રા ચાર્જ નહિ આપવો પડે. કંપની 1 મેથી યાત્રાની 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા અથવા બદલાવ કરવા પર કેન્સલ ચાર્જને રદ્દ કરી દીધો છે.

મેટ્રોમાં એન્ટ્રીના નિયમ બદલાઈ જશે

મેટ્રોમાં એન્ટ્રીના નિયમ બદલાઈ જશે

કોરોના વાયરસના કારણે દેશભમાં મેટ્રોમાં એન્ટ્રીના નિયમોમાં બદલાવ આવ્યો છે. નવા નિયમો અંતર્ગત માત્ર કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ દ્વારા જ યાત્રાની મંજૂરી આપવામાં આવી શકે છે. ટોકન સિસ્ટમ બંધ કરી દેવામાં આવશે. જ્યારે યાત્રા દરમિયાન માસ્ક અને આરોગ્ય સેતુ એપ ફરજિયાત હશે. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કરવું ફરજિયાત હશે. સ્ક્રીનિંગ વિના મેટ્રોમાં પ્રવેશ નહિ મળે.

English summary
Must Read: In Midst with Coronavirus These Rules linked with SBI, ATM, IRCTC, airlines change from 1st May 2020, know How its Effect your Life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more