For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગે વિદ્યાર્થી માટે લોન્ચ કર્યા ગેલેક્સી ટેબ-3

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જુલાઇ: દક્ષિણ કોરિયાઇ કંપની સેમસંગે ભારતમાં ગુરૂવારે ગેલેક્સી ટેબ 3ની સસ્તી રેન્જ લોન્ચ કરી છે. તેમાંથી બે 3જી અને એક વાઇ-ફાઇથી ચાલનાર ટેબલેટ છે. કંપનીએ બે અલગ-અલગ સ્ક્રીન સાઇઝવાળા ટેબલેટ લોન્ચ કર્યા છે. એક 7 ઇંચ અને બીજું 8 ઇંચ ડિસ્પ્લે સાઇઝમાં છે. કંપનીએ 7 ઇંચવાળા 3જી ટેબલેટની કિંમત 17,745 રૂપિયા નક્કી કરી છે. તો બીજી તરફ 8 ઇંચ ડિસ્પ્લેવાળા 3જી ટેબલેટની કિંમત 21,945 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

એવું માનવામાં આવે છે કે સેમસંગની આ રેન્જમાં ટેબલેટ લોન્ચ કરવાનો હેતું એપ્પલને સીધો પડકાર ફેંકવાનો છે. આ ઉપરાંત પોતાની આ ત્રણ નવી પ્રોડક્ટથી સેમસંગે માઇક્રોસોફ્ટ વિંડો 8 સર્ફેસના સામે પણ મોટો મુકાબલો ઉભો કરી દિધો છે.

7 ઇંચ ડિસ્પ્લેવાળા આ ટેબલેટમાં 1.2 ગીગા હર્ટ્ઝનું પ્રોસેસર લાગેલું છે. તેનું રિઝોલ્યુશન 1024x600 પિક્સલ છે. આ એંડ્રોઇડ 4.1 ઓએસ પર કામ કરે છે. તેની ઇન્ટરનલ મેમરી 8 જીબી છે અને રેમ 1 જીબી છે. તેનો પાછળનો કેમેરો 3 મેગાપિક્સલ અને ફ્રંટ કેમેરો 1.3 મેગા પિક્સલનો છે.

samsung-galaxt-tab-3

બીજી તરફ 8 ઇંચ ડિસ્પ્લેવાળા ટેબલેટમાં 1.5 ગીગા હર્ટ્ઝનું ડુઅલ કોર પ્રોસેસર લાગેલું છે. તેનું રિઝોલ્યુશન 280x800 પિક્સલ છે. આ એન્ડ્રોઇડ 4.2 ઓએસ પર ચાલે છે. તેનો પાછળનો કેમેરો 5 મેગાપિક્સલ અને ફ્રંટ કેમેરો 1.3 મેગા પિક્સલ છે. આ ટેબલેટની સાથે એક સ્કીમ પણ લોન્ચ કરવામાં આવી છે જેમાં વોડાફોન પોસ્ટપેડ કનેકશન ધારક 2 જીબી પ્રતિ માસ ડેટા બે મહિના સુધી ફ્રી ડાઉનલોડ કરી શકે છે. કંપનીએ આ ટેબલેટ પર કેટલીક સ્કીમો, ઇ-બુક્સ, એક હજાર લર્નિંગ વીડિયો પણ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવશે.

English summary
Electronics major Samsung Thursday unveiled the much awaited Galaxy Tab 3 range of tablets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X