For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્યમ કેસ : રાજુ અને અન્ય 212 સામે ચાર્જશીટ દાખલ

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 29 ઓક્ટોબર : વર્ષ 2009માં બહાર આવેલા સત્યમ કોમ્પયુટરના કૌભાંડ કેસમાં એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે સોમવાર, 28 ઓક્ટોબર, 2013ના રોજ સત્‍યમ કેસના સંબંધમાં સત્‍યમ કોમ્‍પ્‍યુટરના સ્‍થાપક રામાલિંગા રાજુ અને અન્‍ય 212 સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

આ ચાર્જશીટમાં વ્‍યાપક છેતરપિંડી ઠગાઈનો પણ આક્ષેપ કરવામાં આવ્‍યો છે. ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવતા છેલ્લા ધણા દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. રાજુ અને અન્‍યો સામે ઈડીની ચાર્જશીટ દાખલ થયા બાદ વધુ કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે.

ramalinga-raju

સમગ્ર બિઝનેસ વર્લ્‍ડ આ કૌભાંડના કારણે હચમચી ઉઠયું હતું. કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. એડિશનલ ચીફ મેટ્રો પોલીટન મેજિસ્‍ટ્રેટ કમ સ્‍પેશિયલ સેશન્‍સ જજ સમક્ષ પ્રોસિક્‍યુશન ઇન્‍વેસ્‍ટિગેશન રીપોર્ટ રજુ કરાયો હતો જેમાં મની લોન્‍ડરીંગ અટકાયત ધારા હેઠળ મની લોન્‍ડરીંગના ગુનાઓ બદલ આરોપી સામે ખટલો ચલાવવાની માંગ કરવામાં આવી છે.

સત્‍યમ કૌભાંડના લીધે ભારે હોબાળો થયો હતો. તપાસ સંસ્‍થા દ્વારા આ કેસમાં 1075 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. ઈડી દ્વારા મુખ્‍ય આરોપી રામાલીંગા રાજુ, તેમના ભાઈ અને ભૂતપૂર્વ સત્‍યમના એમડી રામા રાજુ અને અન્‍યોની પુછપરછ કરી છે.

English summary
Satyam case : ED files charge sheets against Raju and 212 others
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X