For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસબીઆઈ: એટીએમ કાર્ડ વિના પૈસા મળશે, જાણો તૈયારી

એસબીઆઈ જલ્દીથી પોતાના ગ્રાહકોને નવી અને ખાસ સુવિધાઓ આપી શકે છે. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) આગામી 18 મહિનામાં દેશભરમાં 10 લાખ યોનો કેશ પોઇન્ટ સ્થાપિત કરશે.

|
Google Oneindia Gujarati News

એસબીઆઈ જલ્દીથી પોતાના ગ્રાહકોને નવી અને ખાસ સુવિધાઓ આપી શકે છે. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) આગામી 18 મહિનામાં દેશભરમાં 10 લાખ યોનો કેશ પોઇન્ટ સ્થાપિત કરશે. જી હા, તમે કહી શકો છો કે આ પહેલ બેંકિંગ ક્ષેત્રમાં ડિજિટલ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહી છે. યોનો કેશ પોઇન્ટ દ્વારા તેના ગ્રાહકો ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે અને અન્ય ચુકવણી કરી શકે છે. એસબીઆઈના અધ્યક્ષ રજનીશ કુમારે બુધવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે પ્લેટફોર્મ સુરક્ષિત છે અને તેના ઉપયોગમાં ડેબિટ કાર્ડના ઉપયોગની જરૂર રહેશે નહીં.

હાલમાં ડેબિટ કાર્ડ બંધ કરવાની કોઈ યોજના નથી

હાલમાં ડેબિટ કાર્ડ બંધ કરવાની કોઈ યોજના નથી

આ દરમિયાન તેમણે એમ પણ જણાવ્યું હતું કે યોનો કેશ દ્વારા ગ્રાહકો બીલ ચૂકવી શકશે અને ભવિષ્યમાં ડિજિટલ ટ્રાંઝેક્શન કરી શકશે. આગામી 18 મહિનામાં, અમે દેશમાં 10 લાખ યોનો કેશ પોઇન્ટ સ્થાપિત કરીશું. લગભગ 70 હજાર કેશ પોઇન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે. જોકે, હાલમાં બેંકની ડેબિટ કાર્ડ બંધ કરવાની કોઈ યોજના નથી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ વધવાથી ગ્રાહક માટે ડેબિટ કાર્ડની જરૂરિયાત ઓછી થઇ જશે. તે જ સમયે, તેમણે કહ્યું કે 'અમે ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મને લોકપ્રિય બનાવી રહ્યા છીએ. તે વધુ સુરક્ષિત છે અને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે ગ્રાહકને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં.

યોનો શું છે?

યોનો શું છે?

તમને જણાવી દઈએ કે યોનો એકે ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ છે અને ગ્રાહકો રોકડ ઉપાડવા માટે તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે છે. આના માધ્યમથી ટ્રાન્ઝેક્શન અને બીલો પણ ચુકવી શકાય છે. આ સાથે જ કુમારે કહ્યું કે બેંકો દ્વારા હોમ લોનને રેપો રેટ સાથે જોડવાની બેંકોની નવી ઓફર પર ગ્રાહકોની સારી પ્રતિક્રિયા મળી રહી છે. તેમણે કહ્યું કે ગ્રાહકોની ઇચ્છા પર છે કે તેઓ નવા પ્રોડક્ટ સાથે જાય અથવા પોતાની હોમ લોનને એમસીએલઆર સાથે જોડી રાખે.

કૃષિ ક્ષેત્રને વ્યાપારી ધોરણે સફળ બનાવવાની જરૂર છે

કૃષિ ક્ષેત્રને વ્યાપારી ધોરણે સફળ બનાવવાની જરૂર છે

તમને જણાવી દઈએ કે એસબીઆઇના અધ્યક્ષે કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રને વ્યાપારી રૂપે વ્યવહારુ બનાવવા માટે, તેના પર ધ્યાન આપવાની જરૂર છે. ઉત્પાદકતાના અભાવે અનેક વખત ખેડુતો લોન ભરપાઈ કરવામાં અસમર્થ થઇ જાય છે. સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ તેનાથી પણ તેમની સ્થિતિમાં સુધારો થયો થયો નથી. આવી સ્થિતિમાં કૃષિ ક્ષેત્રને વ્યાપારી ધોરણે સફળ બનાવવાની જરૂર છે જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે. તેમણે માહિતી આપી હતી કે એસબીઆઈના યોનો એપ દ્વારા ખેડૂત વાજબી ભાવે ખાતર, બિયારણ અને ખેતી સંબંધિત સાધનો ખરીદી શકે છે.

આ પણ વાંચો: દેવાની જાળમાં ફસાતા પહેલા જાણી લો ક્રેડિટ કાર્ડના ઉપયોગની સાચી રીત

English summary
SBI: Get Money Without ATM Card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X