For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIની આ સ્કીમમાં ઘરમાં પડેલું સોનું રોકો અને કમાણી કરો

જો તમારી પાસે ઘરેણાં કે સોનાના સિક્કા છે પડ્યા છે તો તમે તેનો ઉપયોગ કરી કમાણી કરી શકો છો. આ લાભ મેળવવા માટે તમારે ભારતીય સ્ટેટ બેંકનીખાસ યોજના ગોલ્ડ ડિપોઝીટમાં રોકાણ કરવાનું રહેશે.

|
Google Oneindia Gujarati News

જો તમારી પાસે ઘરેણાં કે સોનાના સિક્કા છે પડ્યા છે તો તમે તેનો ઉપયોગ કરી કમાણી કરી શકો છો. આ લાભ મેળવવા માટે તમારે ભારતીય સ્ટેટ બેંકનીખાસ યોજના ગોલ્ડ ડિપોઝીટમાં રોકાણ કરવાનું રહેશે. એસબીઆઈ તમારી જ્વેલરી કે સોનાને કોઈપણ રૂપે ઓગાળી તેને કોઈનના રૂપમાં પરિવર્તિત કરશે. ત્યાર બાદ 90 દિવસની અંદર સોનાની શુદ્ધતાને આધારે તમને સોનાનું પ્રમાણપત્ર આપશે. જો કે આ પ્રમાણપત્ર અસ્થાયી રહેશે. જ્યારે જમાની અવધી ખતમ થશે ત્યારે 3. 4, 5 કે 6 વર્ષ બાદ તમે આ સોનાને ગોલ્ડના રૂપે કે કેશના રૂપે વ્યાજ સાથે તે સમયના ભાવ પ્રમાણે મેળવી શકો છો.

નિષ્ક્રિય સોનાનું મળશે વ્યાજ

નિષ્ક્રિય સોનાનું મળશે વ્યાજ

લૉકરમાં મુકેલા જે સોનાનું તમને કંઈ મળતુ નથી. આ જ નિષ્ક્રીય સોનાનું તમને અહીં વ્યાજ મળશે. એસબીઆઈ ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ હેઠળ વ્યાજ, ગોલ્ડ મુદ્રામાં ગણના કરાય છે અને રૂપિયા બરાબર ભરપાઈ કરાય છે.

ટેક્સ છૂટ

ટેક્સ છૂટ

તમારી પાસે કમાણી કરતા વધુ સોનું છે તો તમારે સંપતિ કર હેઠળ ટેક્સ ભરવું પડશે. જો કે એસબીઆઈ ગોલ્ડ ડિપોઝીટ યોજના પર કોઈ સંપતિ કર કે ટેક્સ આપવો પડતો નથી. એટલે કે તમને ટેક્સમાંથી છૂટ મળે છે.

સોનાનો ભાવ વધતા થશે લાભ

સોનાનો ભાવ વધતા થશે લાભ

જ્યારે તમારી સ્કીમ પરિપક્વ થશે ત્યારે માર્કેટ કિંમત અનુસાર લાભ થશે એટલે કે જો સોનાની કિંમતમાં વધારો થયો હશે તો તમને તે રીતે લાભ થશે. લૉકરમાં મુકેલા સોના સાથે તેની તુલના કરો તો તમને આ ડિપોઝીટ સ્કીમમાં વ્યાજ મળશે, જે લોકરમાં મૂકેલા સોનામાં મળતુ નથી.

લોનની સુવિધા

લોનની સુવિધા

તમે એસબીઆઈ બેંકની કોઈ પણ શાખામાં ગોલ્ડના મૌલિક મૂલ્યના 75 ટકા સુધીની લોનનો પણ લાભ લઈ શકો છો. એટલે કે તમારે એસબીઆઈની ગોલ્ડ ડિપોઝીટ સ્કીમથી લોનમાં પણ ફાયદો થશે.

ફી કે ચોરીની ચિંતા નહિં

ફી કે ચોરીની ચિંતા નહિં

તમને તમારા સોના અને ઘરેણાંને સ્ટોર કરવા માટે લોકર પર થનારી ફીની ચિંતા કે ઘરેણાંની ચોરીની ચિંતા કરવાની જરૂર નથી. તમને અપાયેલ પ્રમાણપત્ર અત્યંત સુરક્ષિત હોય છે.

જમા કરવાની મર્યાદા

જમા કરવાની મર્યાદા

આ સોનું તમે ઈચ્છો તેટલું જમા કરી શકો છો. જ્યારે તેની મિનિમમ ક્ષમતા 30 ગ્રામની છે. આ રીતે સ્ટેટ બેંકની આ ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ દ્વારા લાભ મેળવી શકો છો.

કોણ કરી શકે છે રોકાણ

કોણ કરી શકે છે રોકાણ

એસબીઆઈની વેબસાઈટમાં આપેલી માહિતી અનુસાર ભારતમાં રહેનાર કોઈપણ વ્યકિત આ યોજનામાં શામેલ થઈ શકે છે. સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. ત્યાં જ એચયુએફ, પાર્ટનરશીપ ફર્મ પણ તેમાં રોકાણ કરી શકો છો.

આ પણ વાંચો: ઓટો ઉદ્યોગમાં મંદીનો દોર, 2 લાખ નોકરીઓને અસર

English summary
SBI Gold Deposit Scheme Interest Rate And Eligibility
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X