ફેડના નિર્ણયથી ભારતીય બજારમાં તેજી, રૂપિયામાં ઉછાળ

market-bull
મુંબઇ, 19 સપ્ટેમ્બર : અમેરિકાના ફેડરલ રિઝર્વના 85 અબજ અમેરિકન ડોલરના પ્રતિ માસના પ્રોત્સાહન કાર્યક્રમમાં કોઇ પરિવર્તન નહીં કરવાની ઘોષણાની અસરથી ગુરુવારે બજાર ખુલતા જ રૂપિયામાં 68 પૈસાની મજબૂતી જોવા મળી હતી. આજે એક અમેરિકન ડોલર સામે રૂપિયાની કિંમત 61 રૂપિયા 70 પૈસા નોંધાઇ હતી. જ્યારે ગઇ કાલે રૂપિયા 63 રૂપિયા 38 પૈસા પર બંધ થયો હતો. બીજી કરફ શેરમાર્કેટ શરૂ થતા જ સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના ફેડ રિઝર્વ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આર્થિક મંદિ બાદ દેશમાં ઉદ્યોગોને આપવામાં આવી રહેલી છૂટ હાલ બંધ કરવામાં આવશે નહીં. પહેલા એવા સંકેત મળી રહ્યા હતા કે અમેરિકામાં આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યા બાદ દર મિહને આપવામાં આવતી 85 અબજ ડોલરની સહાયતાને પાછી ખેંચી લેવામાં આવશે.

માનવામાં આવી રહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા માટે આ સમાચાર પ્રાણદાયક રહેશે. છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વભરના શેરમાર્કેટમાં ફેડ રિઝર્વ સહાય બંધ કરશે એવા સંકેતોને પગલે નરમ વલણ જોવા મળી રહ્યું હતું. ફેડના નિર્ણય બાદ ફરી એક વાર વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માટે પ્રેરાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સમાચારને પગલે અમેરિકાના માર્કેટમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X