શેર બજાર 56 પોઇન્ટના વધારા સાથે બંધ

મિડકેપ ઇન્ડેક્સ 1 ટકા મજબૂત થયો ત્યાં જ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.75 ટકાનો વધારો જોવા મળ્યો. આજે બજારને મજબૂતી આપનાર સેક્ટરોમાં ઓટો અને રિયલ એસ્ટેટ સૌથી ઉપર રહ્યા.
આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, સરકારી બેંક, અને મેટલ શેરોએ પણ બજારમાં સારો દેખાવ કર્યો. જોકે એફએમસીજી અને ઓઇલ-ગેસ શેરોમાં પણ આજે વેચાણનું દબાણ રહ્યું હતુ.
આખરે બીએઇના મુખ્ય 30 શેરવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 56 પોઇન્ટ એટલે કે 0.3 ટકાની મજબૂતી સાથે 18,561.50ના સ્તર પર બંધ થયું. જ્યારે એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 25 પોઇન્ટ 0.4 ટકા એટલે કે 5,645 પર બંધ થયું.












Click it and Unblock the Notifications
