For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજારમાં સતત ઘટાડો, સેન્સેક્સ 300 પોઇન્ટ ગગડ્યો

શેર બજારમાં શુક્રવારે પણ ઘટાડો ચાલુ જ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સને એક મોટો ઝાટકો લાગ્યો હતો.

|
Google Oneindia Gujarati News

શેર બજારમાં શુક્રવારે પણ ઘટાડો ચાલુ જ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સને એક મોટો ઝાટકો લાગ્યો હતો. નિફટી 51 પોઇન્ટ ગગડીને 10,074 સ્તરે કારોબાર કરી રહી હતી જયારે સેન્સેક્સ પણ 237 પોઇન્ટ ગગડીને 33,4523.06 પર ખુલ્યો અને થોડા જ સમયમાં 300 પોઇન્ટ સુધી સેન્સેક્સ ગગડી ગયો. શુક્રવારે બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.4 ટકા સુધી ગગડ્યો છે.

sensex

આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 344 પોઇન્ટના ભારે ઘટાડા સાથે 33,690 પર બંધ થયો હતો. જયારે ગુરુવારે દિવસની શરૂઆત પણ 440 પોઇન્ટના ઘટાડા સાથે થઇ હતી. નિફટી પણ 99 પોઇન્ટ સુધી ગગડીને 10,124 પોઇન્ટ પર બંધ થઇ હતી. અમેરિકી અને એશિયાઈ બજારોમાં ચાલી રહેલી હલચલની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી રહી છે અને સેન્સેક્સ સતત ગગડી રહ્યો છે.

આ પણ વાંચો: આ બેન્કોમાં ખોલી શકો છો ઝીરો બેલેન્સ અકાઉન્ટ

જયારે દિગ્ગજ શેરોમાં ઇન્ડિયાબુલસ હાઉસિંગ, એનટીપીસી, હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ અને કોટલ મહિન્દ્રા શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયાની વાત કરવામાં આવે તો શુક્રવારે ડોલર સામે રૂપિયો 15 પૈસા કમજોર પડીને 73.42 પર ખુલ્યો છે. ગુરુવારે રૂપિયો શરૂઆતી મજબૂતી પછી 11 પૈસા ગગડીને 73.27 પ્રતિ ડોલર પણ બંધ થયો હતો. તેના પહેલા ડોલર સામે રૂપિયો 73.15 પર બંધ થયો હતો.

આ પણ વાંચો: દિવાળી પર મળતા બોનસનો આ રીતે કરો ઉપયોગ

English summary
Sensex down further in early trade Nifty Slips as well
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X