For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FIIની ખરીદીના જોરે સેન્સેક્સ 28,000ને પાર

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 5 નવેમ્બર : ભારતીય શેરબજારોમાં FIIએ ખરીદી ચાલુ રાખતા માર્કેટના સૂચકઆંકો સેન્સેક્સ અને નિફ્ટીએ આજે સવારના ટ્રેડિંગ સેશનમાં જ નવી રેકોર્ડ સપાટીને સ્પર્શ કર્યો હતો. આજે સેન્સેક્સે 28,000 પોઇન્ટની સપાટી વટાવી હતી.

નોંધનીય છે કે છેલ્લા સેશનમાં બીએસઇનો સેન્સેક્સ 138 પોઇન્ટ વધીને 27999ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 28,003ની સપાટીને પાર કરી ગયો હતો. જ્યારે એનએસઇ નિફ્ટીએ 8352 પોિન્ટની નવી સપાટી સ્પર્શી હતી.

stock-market-2

આજે માર્કેટમાં તેજીને પગલે જે શેર્સમાં તેજી જોવા મળી હતી તેમાં એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો, આઇડીએફસી, ગેઇલ, આઇટીસી અને સન ફાર્માનો સમાવેશ થાય છે. જ્યારે જે શેર્સમાં મંદીનો માહોલ છવાયો હતો તેમાં ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.

મિડ કેપ શેર્સમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં CESC, HPCL, કર્ણાટક બેંક અને IFCIનો સમાવેશ થાય છે. વિદ્યા ટેલિલિંકમાં 16 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ગુજરાત પીપાવાવમાં પણ આવો જ વધારો જોવા મળ્યો છે.

બેંકિંગ સેક્ટર્સમાં જે શેર્સમાં તેજી જોવા મળી હતી તેમાં ICICI Bank, HDFC Bank, IndusInd Bank અને Bank of Indiaમાં તેજી જોવા મળી હતી.

રિયલ્ટી સ્ટોક્સમાં યુનિટેક, ડીએલએફ અને ડી બી રિયલ્ટીમાં તેજી જોવા મળ્યો હતો.

English summary
Sensex Hits a New Record of 28,000 Points on Sustained FII Buying.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X