For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સેક્સ કકડભૂસ; 855 પોઇન્ટ ઘટીને બંધ, સપ્ટેમ્બર 2013 બાદ સૌથી નીચી સપાટીએ બંધ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 જાન્યુઆરી : આજે ભારતીય શેરબજારના બેંચમાર્ક ઇન્ડેક્સ સપ્ટેમ્બર 2013 બાદ સૌથી નીચલા સ્તરે બંધ રહ્યા છે. બજાર કકડભૂસ થવાનું મુખ્ય કારણ ગ્લોબલ માર્કેટમાં ફરી વળેલા મંદીના વાદળો છે. જેમાં ખાસ કરીને ઓઇસ અને ગ્રીસ સંકટે મહત્વની ભૂમિકા ભજવી છે.

આજે બીએસઇ અને એનએસસી પર ગ્લોબલ મંદીનો ડર એવો હાવી થયો કે બજારના સારા દિવસોની આશા એક ઝટકામાં હવા થઈ ગઈ છે. આજે દિવસ દરમિયાન સેન્સેક્સ 900 અંક તૂટી ગયું, તો નિફ્ટી 8150ના મહત્વના સ્તરના નીચે આવી ગયું.

બજારનો ઘટાડો કેટલો મોટો છે એનો અંદાજો તમે આ વાતથી લગાવી શકો છો કે આજે રોકાણકારોના લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. છેલ્લા 1 મહિનાથી વાત કરીએ તો રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો છે. બજારમાં આગ લગાવવાનું કામ ગ્રીસનું ટેન્શન અને ક્રૂડના ઘટાડાએ કર્યુ.

stock-markets-11

બજારમાં આજે 6 વર્ષનો સૌથી મોટો ઘટાડો નજર આવ્યો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 24 ઑક્ટોબર 2008 બાદ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. જે 18 ડિસેમ્બર 2014 બાદ સેન્સેક્સ 27000ની નીચે પણ લપસ્યું. સેન્સેક્સે આજે 26937.06નો નીચલો સ્તર સ્પર્શ કર્યો, તો નિફ્ટી 8111.35 સુધી લપસ્યો.

બીએસઈના બધા સેક્ટર લાલ નિશાનમાં જ બંધ થયા. પરંતુ ઑયલ એન્ડ ગેસ, રિયલ્ટી, મેટલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં સૌથી વધારે વેચવાલી નજર આવી. ઑયલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 4.2% તૂટીને બંધ થયું, તો બેંકિંગ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, પાવર, મેટલ અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ ઈન્ડેક્સ 3-3%થી વધારે તૂટ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોની પણ આજે જોરદાર પિટાઈ થઈ. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3% સુધી તૂટ્યા છે.

અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 855 અંક એટલેકે 3.1%ના ઘટાડાની સાથે 26987.5ના સ્તર પર બંધ થયું છે. જે એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 251 અંક એટલેકે 3% ઘટીને 8127.3ના સ્તર પર બંધ થયું છે.

આજના કારોબારી સત્રમાં જિંદાલ સ્ટીલ, ઓએનજીસી, સેસા સ્ટરલાઈટ, ટાટા સ્ટીલ, એચડીએફસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા દિગ્ગજ શેર 6.25થી 4.7% સુધી તૂટીને બંધ થયા. પરંતુ એચયૂએલમાં લગભગ 2% સુધીના વધારો આવ્યો છે.

મિડકેપ શેરોમાં રિસા ઈન્ટરનેશનલ, તિલક ફાઈનાન્સ, ડીબી રિયલ્ટી, અનંત રાજ અને ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ સૌથી વધારે 13.5થી 7.2% સુધી તૂટીને બંધ થયા. સ્મોલકેપ શેરોમાં સિકાલ લૉજિસ્ટીક્સ, સ્પાઈસ મોબિલિટી, એજીલી નેટવર્ક્સ, અહમદનગર ફોર્જિંગ અને એસ વી ગ્લોબલ સૌથી વધારે 12.5થી 9.4% સુધી લપસીને બંધ થયા છે.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 27698.93 અને નીચામાં 26937.06 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 854.86 પોઈન્ટ ઘટીને 26987.46 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,327.85 અને 8,111.35 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 251.05 પોઈન્ટ ગગડીને 8127.35 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.95 ટકા અને 2.95 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

English summary
Sensex Sinks 855 points as Oil, Greece Weigh; Worst Fall Since Sept 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X