For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય માર્કેટની તબીયત સુધારવાનો આ છે ઇલાજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઓગસ્ટ : ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં જોવા મળેલી પડતી, સોનાની કિંમતોમાં નોંધાયેલી તેજી અને શેર માર્કેટનો ઘટતો જતો ગ્રાફ આવી તમામ બાબતોને કારણે ભારતીય કોર્પોરેટ જગતમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ કારણે ભારત સરકાર પણ ગભરાઇ ગઇ છે. ભારતીય અર્થતંત્રની ડામાડોળ સ્થિતિને કેવી રીતે સ્થિર કરવી તે અંગે સરકાર અને કોર્પોરેટ જગત સંભવિત પ્રયાસો અંગે વિચાર કરી રહ્યા છે. આવા સમયે એક્સપર્ટ સરકાર પાસેથી કેવા પગલાં ઇચ્છે તે અને તેનાથી શું ફાયદો થઇ શકે છે તે અંગે અહીં વાત કરવામાં આવી છે.

રિફોર્મ બિલોમાં તેજી

રિફોર્મ બિલોમાં તેજી

રિફોર્મ બિલ, વિવિધ સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) સંબંધિત બિલને સંસદમાં ઝડપથી પાસ કરવામાં આવે.

ફાયદો
સંસદમાં આ બિલ ઝડપથી પાસ કરાવવાથી વિદેશી રોકાણકારોમાં એવો સંદેશો જશે કે ભારત વિદેશી રોકાણ અંગે ગંભીર છે. ભારત રોકાણ વધારવા માટેની નીતિઓ પર કામ કરી રહ્યો છે. જે વિદેશી રોકાણકારો સરકારી નીતિઓ પર રમવામાં આવી રહેલા રાજકારણથી રોકાણ કરતા ખચકાય છે તે પોતાનો વિચાર બદલશે.

વિનિવેશ કાર્યક્રમ

વિનિવેશ કાર્યક્રમ

તેલ, રિફાઇનરી અને સ્ટીલ સેક્ટરની સરકારી કંપનીઓમાં વિનિવેશની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ.

ફાયદો
સરકારે પોતાના વિનિવેશ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને હાલ અભરાઇ પર ચઢાવી દીધો છે. પરંતુ ઉતાર ચઢાવના આ સમયગાળા દરમિયાન તે સરકારી કંપનીઓના શેર વેચવામાં આવી શકે છે જેમની શાખ માર્કેટમાં સારી છે. તેનાથી માર્કેટમાં ખાસ કરીને રિટેલ ઇન્વેસ્ટર્સને તાકાત મળશે.

એક્સપોર્ટને પ્રોત્સાહન

એક્સપોર્ટને પ્રોત્સાહન

સરકારે એક્સપોર્ટ એટલે કે નિકાસ વધારવાની દિશામાં પગલાં ભરવા જોઇએ.

ફાયદો
દેશમાં નિકાસને પ્રોત્સાહન આપતા નક્કર પગલાં સરકાર ભરશે તો નિકાસ વધશે જેના કારણે દેશમાં વિદેશી મુદ્રાની આયાત થશે. બીજી તરફ વેપાર ખાધ ઘટશે. આ સાથે આયાતકો માટે ડોલરની ઉપલબ્ધતા પણ વધશે.

રોકડની પ્રવાહિતા

રોકડની પ્રવાહિતા

બેંકોને રોકડ ઉપલબ્ધ કરાવવી જેથી વ્યાજદરો વધારે નહીં અને લોન આપી શકે.

ફાયદો
હાલની સ્થિતિને જોતા બેંકો વ્યાજ દરોમાં વધારો કરી રહી છે. આ સાથે તેમને રોકડની સમસ્યા પણ વધી રહી છે. આ કારણે તેઓ ઓછું ધિરાણ આપી શકે છે. જો સરકાર બેંકોને યોગ્ય પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ કરાવશે તો બેંકો વ્યાજ દરમાં વધારો નહીં કરે અને વધારે ધિરાણ આપી શકશે. તેનાથી માર્કેટમાં રોકડનો પ્રવાહ વધશે.

સ્ટોક લિમિટ

સ્ટોક લિમિટ

ખાદ્ય વસ્તુઓની સ્ટોક લિમિટ ચેક કરવામાં આવે અને જમાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

ફાયદો
દેશમાં ખાદ્ય વસ્તુઓની જથ્થાબંધ અને રિટેલ માર્કેટની કિંમતો વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે. તેનું મુખ્ય કારણ છે સંગ્રહખોરી. જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે મળીને સંગ્રહખોરી સામે કડક અભિયાન ચલાવે અને સ્ટોક લિમિટ ચેક કરીને મર્યાદાથી વધારે સંગ્રહ કરનારા સામે કાર્યવાહી કરે તો માર્કેટમાં મોંધવારી ઘટી શકે છે.

ડોલરનો પ્રવાહ

ડોલરનો પ્રવાહ

થોડું જોખમ લઇને માર્કેટમાં ડોલરનો પ્રવાહ વધારવો

ફાયદો
વર્તમાન સમયમાં સરકાર પાસે અંદાજે 280 અબજ ડોલર વિદેશી મુદ્રા છે. સરકારે ડોલરને માર્કેટમાં લઇ જતા એટલા માટે ગભરાય છે કે તેની પાસે રિઝર્વ ઓછી ના થઇ જાય. જો સમયાંતરે થોડો થોડો ઉમેરો કરવામાં આવે તો ડોલરની સમસ્યા હળવી થઇ શકે એમ છે.

English summary
Six steps will help market to recovery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X