For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાનો બિઝનેસ શરૂ કરવો છે ? તો આ રીતે મેળવો સરકારી મદદ

આજના સમયમાં યુવાનો નોકરી કરવાના બદલે સ્ટાર્ટઅપ શરૂ કરવા પર વધુ ભાર મૂકે છે. ભારતના તમામ મોટા શહેરોમાં યુવાનો નોકરીના બદલે સ્ટાર્ટઅપ માટે વધુ ઉત્સાહિત હોય છે.

|
Google Oneindia Gujarati News

આજના સમયમાં યુવાનો નોકરી કરવાના બદલે સ્ટાર્ટઅપ શરૂ કરવા પર વધુ ભાર મૂકે છે. ભારતના તમામ મોટા શહેરોમાં યુવાનો નોકરીના બદલે સ્ટાર્ટઅપ માટે વધુ ઉત્સાહિત હોય છે. કેટલાક નોકરિયાત લોકો એવા પણ છે જે નોકરી દરમિયાન જ સ્ટાર્ટઅપ શરૂ કરે છે, અને ઓછા સમયમાં દર મહિને વધુ કમાણી કરે છે.

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના

યુવાનોની આ ભાવના હવે સરકાર પણ સમજી છે, અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા નામથી નવી યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત તમે સ્ટાર્ટઅપ માટે સરકારી મદદ મેળવી શકો છો, સાથે જ તમને ટેક્સમાં છૂટનો ફાયદો પણ મળશે. કેટલાક બિઝનેસ એવા પણ છે જેમાં સરકાર સાવ ઓછા દરે લોન આપે છે. જો કે તેના માટે તમારી પાસે માટે યુનિક આઈડિયા હોવો જરૂરી છે. યુનિક બિઝનેસ આઈડિયા માટે સરકાર 55 ટકા સુધી મદદ આપે છે.

ટેક્સટાઈલ ઉદ્યોગ

ટેક્સટાઈલ ઉદ્યોગ

દેશમાં સૌથી વધુ રોજગારી ટેક્સટાઈલ સેક્ટરમાં છે. લાખો લોકો આ સેક્ટરમાં કામ કરીને રોજગારી મેળવે છે. કેન્દ્રની મોદી સરકારે જાન્યુઆરીમાં જ કાપડ સેક્ટર માટે ઉચ્ચસ્તરીય ટેક્નોલોજી વિક્સિત કરવા માટે ફંડની મર્યાદા 30 કરોડથી વધારીને 50 કરોડ સુધી કરી છે. જો તમે પણ ટેક્સટાઈલ ઉદ્યોગમાં છો અને નવી તેમજ સસ્તી ટેક્નોલોજી દ્વારા ઉત્પાદન કરો છો તો સરકાર આ ફંડ આપશે, સાથે 10 ટકા વધારાની સબસિડી પણ મળી શકે છે. બસ આ માટે તમારે સરકારની કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

ગ્રીન એનર્જી (સોલાર લાઈટ)નો બિઝનેસ

ગ્રીન એનર્જી (સોલાર લાઈટ)નો બિઝનેસ

દેશને સોલાર પાવર બનાવવા માટે 2010માં જવાહરલાલ નહેરુ સોલાર મિશન શરૂ કરાયું હતું. આ યોજનામાં કેન્દ્ર સરકાર લોનની સાથે સાથે સબસિડી પણ આપે છે. સોલર લાઈટ સિસ્ટમ ઈન્સ્ટોલ કરીને અને ઓછી કેપેસિટીના પીવી સિસ્ટમ દ્વારા સરકાર અપ્રૂવ્ડ યુનિટ કોસ્ટના 40 ટકા સુધીનુ ફંડ આપે છે. આ માટે સરકાર 90 ટકા સુધી કેપિટલ સબસિડી પણ આપે છે. જો કે આ માટે તમારું યુનિટ અંદમાન નિકોબાર કે નોર્થ ઈસ્ટ બોર્ડર એરિયા પાસે હોવું જરૂરી છે. આ વિશે તમે ભારત સરકારના ઉર્જા મંત્રાલયની વેબસાઈટ પરથી વધુ માહિતી મેળવી શકો છો.

સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમ

સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમ

પીએમ મોદીએ એપ્રિલ 2015માં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનામાં SC, ST અને મહિલા આંતરપ્રિન્યોરને લોન આપવામાં આવે છે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના સરકારની સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમનો જ ભાગ છે. આ યોજનામાં બેન્કનો બિઝનેસ શરૂ કરનારને 10 લાખથી લઈ 1 કરોડ રૂપિયા સુધીની લોન અપાય છે. જે પ્રોજેક્ટ 75 ટકા સુધી પૂરો કરવા યોગ્ય છે. આ પ્રોજેક્ટમાં તમારે 10 ટકા જેટલું ઈન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. આ સ્કીમમાં તમને માત્ર 3 ટકાના દરે બેન્ક લોન મળી શકે છે.

સ્ટાર્ટઅપ ઈન્ડિયા

સ્ટાર્ટઅપ ઈન્ડિયા

દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે 2015-16ના બજેટમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયા યોજના જાહેર કરી હતી. આ યોજના મુજબ કેન્દ્ર સરકારે 1 હજાર કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરી છે. આ યોજનામાં રાજ્ય સરકાર પણ સ્ટાર્ટ અપ શરૂ કરનાર વ્યક્તિને નાણાકીય મદદ કરી શકે છે. ઉત્તરપ્રદેશની અખિલેશ સરકારે સ્ટાર્ટ અપ ઈન્ડિયા માટે 100 કરોડના ફંડની જોગવાઈ કરી હતી. સ્ટાર્ટ અપ ઈન્ડિયામાં સરકારી મદદ મેળવવા માટે તમારી પાસે યુનિક આઈડિયા હોવો જરૂરી છે. જે બાદ તમે સ્ટાર્ટ અપ ઈન્ડિયા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકો છો.

કોલ્ડ સ્ટોરેજનો બિઝનેસ

કોલ્ડ સ્ટોરેજનો બિઝનેસ

દેશમાં દર વર્ષે કરોડોની કિંમતનું અનાજ વરસાદ કે પછી યોગ્ય માવજતના અભાવે બગડી જાય છે. એક આંકડા મુજબ દેશમાં દર વર્ષે 40 ટકા અનાજ બગડી જાય છે. હવે સરકારે આ સમસ્યાના ઉકેલ માટે કોલ્ડ સ્ટોરેજ બિઝનેસને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી છે. સરકાર કોલ્ડ સ્ટોરેજ શરૂ કરનાર લોકોને 55 ટકાથી વધુ સબસિડી આપે છે. મેદાની વિસ્તારોમાં આ સબસિડી 40 ટકા અને પહાડી વિસ્તારોમાં 55 ટકા સબસિડી મળે છે. આ યોજના અંતર્ગત સરકાર 32 હજાર પ્રતિ ટનના હિસાબે લોન પણ આપે છે.

English summary
Start your own business with startup india.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X