For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ચાલુ નાણાકિય વર્ષમાં 10,000 નવી ભર્તી કરશે

|
Google Oneindia Gujarati News

sbi
મુંબઇ, 23 જૂન : ભારતીય સ્ટેટ બેન્કે પોતાની શાખાઓમાં વિસ્તાર કરવા માટે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન વધુ 10000 અધિકારીઓ તથા કર્મચારિયોની નિમણુંક કરવાની યોજના બનાવી છે.

એસબીઆઇના ચેરમેન પ્રતીપ ચૌધરીએ જણાવ્યું કે 'અમે આ વર્ષે 10000 લોકોની નીમણૂંક કરીશું જેમાં 1500 પ્રોબેશનરી અધિકારીનો સમાવેશ થાય છે જેની પ્રક્રિયા એપ્રિલમાં શરૂ થઇ ગઇ છે. લગભગ 7500 કર્મચારી અધિકારી ચાલુ નાણાકિય વર્ષમાં સેવા નિવૃત્તિ થઇ રહી છે.'

તેમણે જણાવ્યું કે 'અમે અમારી શાખાઓને જોઇ છે, બધી શાખાઓ વાતાનૂકુલિત કરી દેવામાં આવી છે. અમે ગઇ ત્રિમાસિકમાં અમારી શાખાઓમાં પૂરતા કર્મચારિઓની વરણી કરી હતી અને અમારી વિભિન્ન શાખાઓમાં 20,000 સહાયક ગ્રેડના કર્મચારિયોની ભર્તી કરી છે.' એસબીઆઇની દેશમાં લગભગ 1200 બ્રાંચ ખોલવાની યોજના છે તથા ચાલું નાણાકિય વર્ષમાં ચીન અને બ્રિટેન સહિત વિદેશોમાં 8 શાખાઓ ખોલવાની યોજના છે.

સાર્વજનિક વિસ્તારના બેન્કો ગયા નાણાકિય વર્ષમાં 63,000 લોકોની નિમણૂંક કરી હતી. ગયા નાણાકિય વર્ષમાં એકમાત્ર એસબીઆઇએ 20000 લિપિક શ્રેણીના કર્મચારીઓ અને 1200 અધિકારિયોની ભર્તી કરી.

આ ઉપરાંત બાકી સાર્વજનિક વિસ્તારના બેન્કોએ 22000 અધિકારીઓ અને 2000 લિપિક શ્રેણીના કર્મચારીઓની ભર્તી કરી. વર્ષ 2010-11ના અંતમાં સરકારી બેન્કોમાં વિભિન્ન સ્તરો પર 84,489 પદ ખાલી હતા. મોટાભાગના સરકારી બેન્કોએ હાલના વર્ષોમાં ભર્તી અભિયાન શરૂ કર્યું છે.

English summary
SBI will recruit hire 10,000 officers and employees in the current financial year to speed up its operations. It has already conducted a test for probationary officer's post totalling 1500.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X