For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુબ્રત રોયની સંપત્તિ માત્ર 3 કરોડ રૂપિયા: સહારા સમૂહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

subrata-roy
મુંબઇ, 11 એપ્રિલ: સહારા સમૂહે બુધવારે દાવો કર્યો છે કે તેના પ્રમુખ સુબ્રોતો રોયની અંગત સંપત્તિ ફક્ત 3 કરોડ રૂપિયાની આસપાસ છે. રોકાણકારોના 24,000 કરોડૅ પાછા આપવા માટે પૈસા એકઠા કરવા માટે સંપત્તિ વેચવાની અટકળો દરમિયાન સહારા સમૂહે આ વાત કહી છે.

સહારા સમૂહના ચેરમેન સહિત કંપનીના મુખ્ય ત્રણ અધિકારીઓ વંદના ભાર્ગવ, આર એસ દુબે તથા અશોક રાય ચૌધરીને બજાર નિયામકે મુંબઇ સ્થિત પોતાના મુખ્યાલયમાં ખેંચતાણ કરી હતી. બેઠક બાદ સહારા સમૂહના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સુબ્રોતો રોય તથા અન્યએ પોતાની સ્થાવર મિલકતનું વિવરણ સેબીને આપ્યું છે.

સહારા સમૂહે કહ્યું હતું કે સુબ્રોતો રોયની સ્થાવર મિલકત લગભગ 3 કરોડ રૂપિયા છે. સહારા સમૂહે સંપત્તિ અંગે માહિતી આપી હતી જે સેબી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. સેબીએ સુબ્રોતો રોય અને સહારા સમૂહના અન્ય ત્રણ મુખ્ય અધિકારીઓને સમન્સ જાહેર કરી વ્યક્તિગત રીતે રજૂ કરવાનું કહ્યું હતું તેમની વ્યક્તિગત તથા સહાર ફમોની સંપત્તિના વિવરણની તપાસ કરી શકે છે. સેબીના રોકાણકારોના પૈસા પાછા આપવા માટે તેમની અને કંપનીની સંપત્તિની હરાજીની પ્રક્રિયામાં લાગેલ છે.

English summary
Facing a possible sale of assets by Sebi to generate money for Rs 24,000-crore investor refund, Sahara group on Thursday claimed that the personal worth of its chief Subrata Roy was about Rs 3 crore only.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X