બજેટ 2018 : શિક્ષણ ક્ષેત્રે શું લાભ મળી શકે છે આ બજેટમાં?

Written By:
Subscribe to Oneindia News

સામાન્ય બજેટ 2018 ગણતરીના દિવસોમાં આવવા જઈ રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિ કોઇને કોઇ રીતે તેમાં સરકાર રાહત આપે તેવી આશા રાખતો જ હોય છે. આપણા ઘણા આવનાર ખર્ચાઓ પર બજેટ અસર કરે છે. અને તેમાં અનેક વખત રાહતો પણ મળતી હોય છે. આજે સૌથી વધુ ખર્ચ શિક્ષણ પાછળ થાય છે. પરંતુ તેમાંથી અમુક ગણેલા જ ખર્ચાઓમાં ટેક્સમાં છૂટ મળે છે. તો આ વર્ષે શિક્ષણના ખર્ચમાં પણ બજેટ મોટી રાહત લઇને આવે તેવી લોકોને આશા છે. આ ખર્ચમાં બાળકોના સ્કૂલની ફી, ટ્રાંસપોર્ટેશન હોય કે પછી હોસ્ટેલની ફી. આ તમામ ખર્ચમાં સરકાર દ્વારા રાહત મળે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

budget

ઉલ્લેખનીય છે કે, બાળકોના અભ્યાસ પાછળ કરવામાં આવતા ખર્ચની ઇન્કમ ટેક્સ છૂટની સીમામાં વધારો થવાની શક્યતા રહેલી છે. મળતી માહિતી અનુસાર સામાન્ય બજેટ 2018માં એવી પણ જાહેરાત સરકાર દ્વારા થઈ શકે છે કે, બાળકોના અભ્યાસમાં થતા ટ્રંસપોર્ટેશન, હોસ્ટેલ જેવા ખર્ચાનો કેટલોક ભાગ ટેક્સના છૂટના ભાગમાં ગણવામાં આવે. અત્યારે આ છૂટમાં માત્ર ટ્યુશન ફીનો જ સમાવેશ થાય છે. તે ઉપરાંત આ છૂટ માતાપિતા ઉપરાંત તેની સંભાળ રાખતા વાલીને પણ મળે. કેન્દ્ર સરકાર એક તરફ અભ્યાસને પ્રોત્સાહન આપી રહી છે તો આશા રાખી શકાય કે સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા કરવામાં આવતા રોકાણને 80સી થી બહાર રાખવામાં આવે.

English summary
tax exemption limit on studies may increase budget 2018.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.