For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓગસ્ટમાં 8 દિવસ માટે બેંક બંધ રહેશે, પહેલા જ જરૂરી કામ પતાવી લો

ઓગષ્ટમાં ઘણા તહેવારો હોય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, સ્વતંત્રતા દિવસ તહેવારોને કારણે બેંકોમાં રજા પણ છે. જો આ મહિને તમારું બેંકનું કામ બાકી છે, તો રજાઓ પહેલાં તેને પતાવી લો.

|
Google Oneindia Gujarati News

ઓગષ્ટમાં ઘણા તહેવારો હોય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, સ્વતંત્રતા દિવસ તહેવારોને કારણે બેંકોમાં રજા પણ છે. જો આ મહિને તમારું બેંકનું કામ બાકી છે, તો રજાઓ પહેલાં તેને પતાવી લો. ઓગસ્ટમાં 8 દિવસ માટે બેંકો બંધ રહેશે. જુદા જુદા રાજ્યોમાં ઘણા દિવસો સુધી બેંકો બંધ રહેશે. ચાલો તમને ઓગસ્ટમાં બેંકની રજાઓ વિશે જાણકારી આપીએ.

ઓગસ્ટમાં ક્યારે-ક્યારે રહેશે બંધ બેંકો

ઓગસ્ટમાં ક્યારે-ક્યારે રહેશે બંધ બેંકો

ઓગસ્ટમાં તહેવાર અને રાષ્ટ્રીય રજા ઉપરાંત, 10 અને 24 ઓગસ્ટે, બીજો અને ચોથો શનિવાર આવી રહ્યો છે. આ ઉપરાંત 3 ઓગસ્ટ શનિવારે હરિયાલી તીજના કારણે પંજાબ, ચંદીગઢ અને હરિયાણાની તમામ સરકારી બેંકો બંધ રહેશે. 12 ઓગસ્ટ, સોમવારે ઇદ-ઉલ-ઝુહાની રજા છે.

15 ઓગસ્ટની રજા

15 ઓગસ્ટની રજા

15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની રજાને કારણે બેંકો બંધ રહેશે. 17 ઓગસ્ટે શનિવારે પારસી ન્યૂ યર હોવાના કારણે મુંબઇમાં બેંકો બંધ રહેશે. આ સિવાય 20 ઓગસ્ટે શ્રી શ્રી માધવ દેવની તિથિ હોવાના કારણે આસામમાં બેંકો બંધ રહેશે.

ઓગસ્ટમાં બેંકોની રજાઓ

ઓગસ્ટમાં બેંકોની રજાઓ

23 ઓગસ્ટે જન્માષ્ટમીના કારણે બેંકોની રજાઓ હશે. આ સિવાય અયાંકલી જયંતીને કારણે 28 ઓગસ્ટે કેરળની તમામ બેંકો બંધ રહેશે. મહિનાના અંતિમ દિવસે, 31 ઓગસ્ટે, પ્રકાશ તહેવારને કારણે પંજાબ અને હરિયાણામાં બેંકો બંધ રહેશે.

આ પણ વાંચો: પાસ થયુ મોટર વ્હીકલ સંશોધન બિલ 2019, ટ્રાફિક નિયમો તોડ્યા તો 10 ગણો દંડ

English summary
The bank will be closed for 8 days in August, be sure to get your work done in advance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X