For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 714 પોઈન્ટ તૂટ્યો

સ્થાનિક શેરબજારમાં આજે (22 એપ્રીલ) ભારે વેચવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ટ્રેડિંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 714 પોઈન્ટથી વધુ તૂટ્યો, જ્યારે નિફ્ટી 17200ની નીચે બંધ થયો હતો.

|
Google Oneindia Gujarati News

સ્થાનિક શેરબજારમાં આજે (22 એપ્રીલ) ભારે વેચવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ટ્રેડિંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 714 પોઈન્ટથી વધુ તૂટ્યો, જ્યારે નિફ્ટી 17200ની નીચે બંધ થયો હતો. સેન્સેક્સમાં 714.53 પોઈન્ટની નબળો રહ્યો છે અને તે 57,197.15 ના સ્તર પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 220.65 પોઈન્ટના ઘટાડા સાથે 17171.95 પર બંધ રહ્યો હતો.

આ શેરોમાં સૌથી મોટો ઘટાડો

આ શેરોમાં સૌથી મોટો ઘટાડો

ફ્યુચર લાઇફસ્ટાઇલ લિમિટેડના શેરમાં 10.35 ટકાનો ઘટાડો થયો હતો. આવા સમયે, ટાટા ગ્રૂપના શેર રેલિસ ઈન્ડિયામાં 9 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો અનેબિઝનેસમાં શેરની કિંમત 253.65 રૂપિયા સુધી નબળી પડી હતી, જ્યારે ગુરુવારના રોજ રેલિસ ઇન્ડિયા 281 રૂપિયા પર બંધ થયો હતો.

યુએસ માર્કેટમાં ઘટાડો

યુએસ માર્કેટમાં ઘટાડો

શુક્રવારની સવારે ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સના 30 માંથી 26 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ અગાઉ યુએસ માર્કેટમાં ડાઉ જોન્સ 370 પોઈન્ટ ઘટીનેદિવસના નીચા સ્તરે બંધ રહ્યો હતો. આવા સમયે નાસ્ડેક 2 ટકા નીચે છે.

આઈટી શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, યુએસ માર્કેટની શરૂઆત સારી રહી હતી.નેટફ્લિક્સના શેરમાં પણ 3.5 ટકાનો ઘટાડો થયો છે.

ગુરુવારે બજારમાં જોવા મળી હતી તેજી

ગુરુવારે બજારમાં જોવા મળી હતી તેજી

આ પહેલા ગુરુવારના રોજ ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 874 પોઈન્ટ વધીને 57,911.68 પર અનેનિફ્ટી 256.05 પોઈન્ટ વધીને 17,392.60 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સેન્સેક્સ સતત પાંચ ટ્રેડિંગ સેશનમાં લગભગ 3 હજાર પોઈન્ટ તૂટી ગયોહતો.

ચાંદીમાં રૂપિયા 135નો ઘટાડો

ચાંદીમાં રૂપિયા 135નો ઘટાડો

બજારમાં ચાંદીના ભાવ રૂપિયા 135 ઘટીને રૂપિયા 66,990 પ્રતિ કિલોગ્રામ થયા હતા. કારણ કે, નબળી માગ વચ્ચે સટોડિયાઓએ તેમના સોદામાં ઘટાડો કર્યો હતો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર મે મહિનામાં ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂપિયા 135 અથવા 0.2 ટકા ઘટીને રૂપિયા 66,990 પ્રતિ કિલોગ્રામ થયો હતો. તેમાં 7,351લોટનું બિઝનેસ ટર્નઓવર હતું. વૈશ્વિક સ્તરે ચાંદીનો ભાવ 0.25 ટકા ઘટીને 24.64 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારના રોજ પણ શેરબજાર આગલા દિવસની ગતિ જાળવી શક્યું ન હતું અને ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાન એટલે કે ઘટડા સાથે ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઈન્ડેક્સ 546 પોઈન્ટ અથવા 0.94 ટકાના ઘટાડા સાથે 57,366 પર ખુલ્યો હતો.

English summary
The market closed with a decline, the Sensex broke 714 points.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X