
રૂપિયો ડોલરના મુકાબલે 72 પર પહોંચ્યો, 6 વર્ષનો રેકોડ તૂટ્યો
રૂપિયામાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન ડોલર સામે રૂપિયો આજે 15 પૈસા તૂટ્યો હતો. આ સાથે રૂપિયો યુએસ ડોલર સામે રેકોર્ડ 72 ને પાર કરી ગયો. આ વર્ષે પહેલીવાર રૂપિયો 72 ના આંકડા પર પહોંચ્યો છે. આજે રૂપિયો 15 પૈસા તૂટીને 71.97 પર ખુલ્યો, ત્યારબાદ રૂપિયો 72.03 પર પહોંચી ગયો. છેલ્લા છ વર્ષના ઇતિહાસમાં રૂપિયામાં આ સૌથી મોટો ઘટાડો છે. ઓગસ્ટ મહિનામાં 4.60 ટકા ઘટી ગયો છે, જ્યારે આખા વર્ષ 2019 માં રૂપિયામાં કુલ 3.10 ટકાનો ઘટાડો નોંધાયો છે. આપને જણાવી દઈએ કે ગુરુવારે રૂપિયો 71.81 ની સપાટીએ બંધ રહ્યો હતો.
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસીસના અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટકરાવને કારણે 1 ઓક્ટોબરથી યુઆનમાં વધુ ઘટાડો જોવાશે. વેપારીઓએ જણાવ્યું હતું કે વિદેશી બજારમાં તેજી અને એફપીઆઈ પાછા ખેંચવાના કારણે રૂપિયા પર આ દબાણ જોવા મળી રહ્યું છે. એફપીઆઈના ડેટા અનુસાર ગુરુવારે ઘરેલુ બજારમાંથી આશરે 900 કરોડ રૂપિયાની ઉપાડ થઈ છે.
આ પણ વાંચો: ખાનગી ક્ષેત્રમાં પગારની દ્રષ્ટિએ આ વર્ષ સૌથી ખરાબ રહ્યું